35 lines
3.8 KiB
Markdown
35 lines
3.8 KiB
Markdown
# દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે.
|
|
“આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.
|
|
|
|
* શહેરનું દ્વાર લોકો, પ્રાણીઓ, અને માલને શહેરની અંદર અને બહાર જવા માટે ખોલવામાં આવતું હતું.
|
|
* શહેરનું રક્ષણ કરવા માટે, તેની દિવાલો અને દ્વારો જાડા અને મજબૂત રાખવામાં આવતા હતા.
|
|
|
|
દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.
|
|
|
|
* મોટેભાગે શહેરનું દ્વાર સમાચારો માટે અને ગામનું સામાજિક કેન્દ્ર હતું.
|
|
|
|
દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો.
|
|
નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.
|
|
|
|
## ભાષાંતરના સૂચનો:
|
|
|
|
* સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે.
|
|
* “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
|
|
|
|
## બાઈબલની કલમો:
|
|
|
|
* [પ્રેરિતો 9:23-25](rc://gu/tn/help/act/09/23)
|
|
* [પ્રેરિતો 10:17-18](rc://gu/tn/help/act/10/17)
|
|
* [પુનર્નિયમ 21:18-19](rc://gu/tn/help/deu/21/18)
|
|
* [ઉત્પત્તિ 19:1-3](rc://gu/tn/help/gen/19/01)
|
|
* [ઉત્પત્તિ 24:59-60](rc://gu/tn/help/gen/24/59)
|
|
* [માથ્થી 7:13-14](rc://gu/tn/help/mat/07/13)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G2374, G4439, G4440
|