gu_tw/bible/other/gate.md

3.8 KiB

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

  • શહેરનું દ્વાર લોકો, પ્રાણીઓ, અને માલને શહેરની અંદર અને બહાર જવા માટે ખોલવામાં આવતું હતું.
  • શહેરનું રક્ષણ કરવા માટે, તેની દિવાલો અને દ્વારો જાડા અને મજબૂત રાખવામાં આવતા હતા.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

  • મોટેભાગે શહેરનું દ્વાર સમાચારો માટે અને ગામનું સામાજિક કેન્દ્ર હતું.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે.
  • “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G2374, G4439, G4440