gu_tw/bible/other/firstborn.md

3.9 KiB

પ્રથમજનિત

વ્યાખ્યા:

“પ્રથમજનિત” શબ્દ, તે લોક અથવા પ્રાણીઓના સંતાનને દર્શાવે છે, જેઓ બીજા સંતાનની પહેલા જન્મે છે.

  • બાઈબલમાં, સામાન્ય રીતે “પ્રથમજનિત” પહેલા પુરુષ સંતાન કે જે જન્મ લે છે તે દર્શાવે છે.
  • બાઈબલના સમયમાં, પ્રથમ જનિત પુત્ર ને તેના કુટુંબના વારસામાં બીજા પુત્રો કરતા બમણો હિસ્સો અને પદ આપવામાં આવતા હતા.
  • મોટેભાગે પ્રાણીનું જે પ્રથમ જનિત નર હતું કે જેનું દેવ માટે બલિદાન આપવામાં આવતું હતું.
  • આ ભાગને રૂપકાત્મક રીતે પણ વાપરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઈઝરાએલના દેશને દેવનો પ્રથમજનિત દીકરો કહેવામાં આવ્યો છે કારણકે દેવે તેને બીજા દેશો ઉપર ખાસ અધિકારો આપ્યા છે.

  • ઈસુ , દેવના દીકરાને દેવનો પ્રથમજનિત કહેવામાં આવ્યો છે કારણકે દરેક જણ ઉપર તેનું મહત્વ અને અધિકાર રહેલો છે.

ભાષાંતરના સૂચનો:

  • જયારે “પ્રથમજનિત” માત્ર લખાણ માં હોયછે, ત્યારે તેનું ભાષાંતર “ પ્રથમજનિત પુરુષ” અથવા “પ્રથમજનિત પુત્ર,” તરીકે પણ કરી શકાય છે ? (જુઓ: માની લીધેલું જ્ઞાન અને સૂચિત માહિતી
  • આ શબ્દનું બીજી રીતે ભાષાંતર “પુત્ર કે જે પ્રથમ જન્મ્યો છે” અથવા “ જ્યેષ્ઠ પુત્ર” નો સમાવેશ કરીને કરી શકાય છે.
  • જયારે રૂપકાત્મક રીતે ઈસુને દર્શાવવા વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કે જેનો અર્થ “પુત્ર કે જેને સઘળા ઉપર અધિકાર છે” અથવા “પુત્ર કે જે પ્રથમ સન્માનમાં છે” તરીકે કરી શકાય છે.
  • સાવધાની:

ખાત્રી કરો કે ઈસુના સંદર્ભમાં આ શબ્દનું ભાષાંતર કે તેને બનાવવામાં આવેલો હતો તેમ સૂચિત કરતું નથી.

(આ પણ જુઓ: વારસો, બલિદાન, દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1060, H1062, H1067, H1069, G4416, G5207