gu_tw/bible/other/fig.md

33 lines
2.4 KiB
Markdown

# અંજીર, અંજીરો
## વ્યાખ્યા:
અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે.
જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.
* અંજીરના વૃક્ષો 6 મીટરની ઊંચાઈમાં વધી શકે છે અને તેઓના મોટા પાંદડા સુખદ છાયો આપે છે.
ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.
* આદમ અને હવાએ પાપ કર્યા પછી અંજીર વૃક્ષના પાંદડામાંથી કપડાં બનાવીને પોતાના માટે ઉપયોગ કર્યો.
* અંજીરોને કાચા, રાંધીને, અથવા સૂકા ખાઈ શકાય છે.
લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.
* બાઈબલના સમયમાં, અંજીરો ખોરાક અને આવક માટે મહત્વનો સ્ત્રોત હતા.
* બાઈબલમાં વારંવાર સમૃદ્ધિના ચિહ્ન તરીકે ફળદાયી અંજીરના વૃક્ષની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
* ઘણી વખત ઈસુએ તેના શિષ્યોને આત્મિક સત્યો શીખવવા માટે ઉદાહરણ તરીકે અંજીરના વૃક્ષોનો ઉપયોગ કર્યો છે.
## બાઈબલની કલમો:
* [હબાક્કુક 3:17](rc://gu/tn/help/hab/03/17)
* [યાકૂબ 3:11-12](rc://gu/tn/help/jas/03/11)
* [લૂક 13:6-7](rc://gu/tn/help/luk/13/06)
* [માર્ક 11:13-14](rc://gu/tn/help/mrk/11/13)
* [માથ્થી 7:15-17](rc://gu/tn/help/mat/07/15)
* [માથ્થી 21:18-19](rc://gu/tn/help/mat/21/18)
## શબ્દ માહિતી:
* Strong's: H1061, H1690, H6291, H8384, G3653, G4808, G4810