gu_tw/bible/other/fig.md

2.4 KiB

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

  • અંજીરના વૃક્ષો 6 મીટરની ઊંચાઈમાં વધી શકે છે અને તેઓના મોટા પાંદડા સુખદ છાયો આપે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

  • આદમ અને હવાએ પાપ કર્યા પછી અંજીર વૃક્ષના પાંદડામાંથી કપડાં બનાવીને પોતાના માટે ઉપયોગ કર્યો.
  • અંજીરોને કાચા, રાંધીને, અથવા સૂકા ખાઈ શકાય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

  • બાઈબલના સમયમાં, અંજીરો ખોરાક અને આવક માટે મહત્વનો સ્ત્રોત હતા.
  • બાઈબલમાં વારંવાર સમૃદ્ધિના ચિહ્ન તરીકે ફળદાયી અંજીરના વૃક્ષની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • ઘણી વખત ઈસુએ તેના શિષ્યોને આત્મિક સત્યો શીખવવા માટે ઉદાહરણ તરીકે અંજીરના વૃક્ષોનો ઉપયોગ કર્યો છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1061, H1690, H6291, H8384, G3653, G4808, G4810