gu_tw/bible/other/enslave.md

3.4 KiB

દાસ/ગુલામ બનાવવું, ગુલામ બનાવે છે, ગુલામ બનેલું, ગુલામી, બંધન, કેદ, બંધનો, બાંધેલો

વ્યાખ્યા:

કોઈને “ગુલામ બનાવવું” તેનો અર્થ, વ્યક્તિ કે જેને શેઠ અથવા શાસક હોય કે જે તેને દેશની સેવા કરવા માટે બળજબરી કરે. “ગુલામ હોવું” અથવા “ગુલામીમાં હોવું” નો અર્થ, કઈંક અથવા કોઈકના નિયંત્રણમાં હોવું.

  • વ્યક્તિ કે જે દાસત્વમાં હોય અથવા ગુલામીમાં હોય છે તેણે અવશ્ય ચૂકવણી વગર બીજાઓની સેવા કરવી, તે જે કરવા માંગે છે તે માટે તેને છૂટ નથી.
  • “ગુલામ બનાવવું” શબ્દનો અર્થ, વ્યક્તિની સ્વતંત્રતાને લઇ લેવી.
  • “બંધન” માટે બીજો શબ્દ “ગુલામી” છે.
  • અર્થાલંકારિક રીતે, જ્યાં સુધી ઈસુ તેઓને તેના (પાપના) નિયંત્રણ અને શક્તિમાંથી મુક્ત ન કરે ત્યાં સુધી માણસજાત પાપનો “દાસ બનેલો” છે.
  • જયારે વ્યક્તિ ખ્રિસ્તમાં નવું જીવન મેળવે છે ત્યારે તે પાપની ગુલામી બંધ કરે છે અને ન્યાયીપણાનો દાસ બને છે.

ભાષાંતરના સૂચનો:

  • “દાસ બનાવવું” શબ્દનું ભાષાંતર, “છૂટ ન હોવી” અથવા “બીજાઓની સેવા માટે બળજબરી કરવી” અથવા “બીજાઓના નિયંત્રણ હેઠળ રાખવું” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “નું દાસ હોવું” અથવા “(કોઈ) ના બંધનમાં હોવું” તે શબ્દસમૂહનું ભાષાંતર, “(કોઈના) દાસ બનવા માટે બળજબરી કરવી” અથવા “સેવા કરવા માટે દબાણ કરવું” અથવા “નિયંત્રણ હેઠળ રહેવું,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: મુક્ત/છૂટ, પ્રામાણિક, ચાકર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3533, H5647, G1398, G1402, G2615