gu_tw/bible/other/disperse.md

2.6 KiB

વિખેરવું, વિક્ષેપ

વ્યાખ્યા:

“વિખેરવું, અને “વિક્ષેપ” શબ્દો, લોકોને અલગઅલગ દિશામાં અથવા વસ્તુઓને વિખેરી નાખવી તેને દર્શાવે છે.

  • જૂના કરારમાં, દેવ લોકોને “વિખેરવા” વિશે વાત કરે છે, જેથી તેઓ એકબીજાથી અલગ થઈ અને વિવિધ સ્થળોમાં રહે.

આ તેણે તેઓના પાપની સજા માટે કર્યું. કદાચ “વિખેરાઇ” જવું તેઓને પસ્તાવો અને ફરીથી દેવની આરાધનાની શરૂઆત કરવામાં મદદ કરે.

  • નવા કરારમાં “વિખેરાઈ જવું” શબ્દ, ખ્રિસ્તીઓ કે જેઓને તેઓના ઘરો છોડી અને ઘણા અન્ય સ્થળોમાં સતાવણીથી છૂટી જવા માટે સ્થળાંતર કરવા માટે વાપરવામાં આવ્યો છે.
  • “વિક્ષેપ” શબ્દસમૂહનું ભાષાંતર, “ઘણા અન્ય સ્થળોમાં વિશ્વાસીઓ” અથવા “લોકો કે જેઓને અન્ય દેશોમાં દૂર રહેવા માટે ખસેડવામાં આવ્યા છે,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “વિખેરવું” શબ્દનું ભાષાંતર, “ઘણા અન્ય સ્થળોમાં મોકલી દેવા” અથવા “વિદેશમાં વિખેરાઈ જવું” અથવા “અન્ય દેશોમાં તેઓને મોકલી દેવા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: માનવું, સતાવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2219, H4127, H5310, H6327, H6340, H6504, H8600, G1287, G1290, G4650