gu_tw/bible/other/dishonor.md

3.2 KiB

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

  • “અપમાન યોગ્ય” શબ્દ, જે શરમજનક છે તેને અથવા કોઈ અપમાનજનક કાર્યને વર્ણવે છે.
  • ક્યારેક “અપમાન યોગ્ય” એવી વસ્તુઓને દર્શાવે છે કે જે કંઇ ખાસ કામ માટે ઉપયોગી ના હોય.
  • બાળકોને તેઓના માતાપિતાનું સન્માન કરવા અને આજ્ઞા પાળવા આદેશ આપવામાં આવ્યો છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

  • જયારે ઈઝરાએલીઓએ જૂઠા દેવોની આરાધના અને અનૈતિક આચરણનો વ્યવહાર કર્યો, ત્યારે તેઓએ યહોવાને અપમાનિત કર્યો.
  • તેને ભૂત વળગ્યું છે તેમ કહીને યહૂદીઓએ ઈસુને અપમાનિત કર્યો.
  • આ શબ્દનું ભાષાંતર, “સન્માન ન કરવું” અથવા “આદરથી ન વર્તવું” કરી શકાય છે.
  • “અપમાન” સંજ્ઞાનું ભાષાંતર, “અનાદર” અથવા “સન્માનની ખોટ” તરીકે કરી શકાય.
  • સંદર્ભ પર આધાર રાખીને “અપમાન યોગ્ય” શબ્દનું ભાષાંતર, “સન્માનને યોગ્ય નથી” અથવા “શરમજનક” અથવા “યોગ્ય નથી” અથવા “મૂલ્યવાન નથી,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: કલંક, સન્માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1540, H2490, H2781, H3637, H3639, H5006, H5034, H6172, H6173, H7034, H7036, H7043, G818, G819, G820, G2617