gu_tw/bible/other/contempt.md

2.7 KiB

તિરસ્કાર (ધિક્કાર), ધિક્કારવા લાયક

સત્યો:

“તિરસ્કાર” શબ્દ, કોઈની અથવા કશાકની પ્રત્યે ઊંડો અનાદર અને અપમાન દર્શાવે છે. કઈંક જે ખૂબ અપમાનજનક છે તેને “ધિક્કારવાલાયક” કહેવામાં આવે છે.

  • વ્યક્તિ અથવા વર્તન કે જે દેવ સામે ઉઘાડો અનાદર બતાવે છે તેને “ધિક્કારવા લાયક” બાબત કહેવાય છે, અને તેનું ભાષાંતર, “ખૂબ જ અવિનયી” અથવા “સંપૂર્ણપણે અપમાનજનક” અથવા “ઘૃણા પાત્ર” તરીકે કરી શકાય.
  • “તિરસ્કાર રાખવો” તેનો અર્થ, કોઈકની કિંમત ઓછી આંકવી અથવા પોતાના કરતાં બીજાને ઉતરતા ગણવા.
  • આ અભિવ્યક્તિઓનો અર્થ સમાન હોય છે: “કોઈ માટે તિરસ્કાર હોવો” અથવા “કોઈ માટે તિરસ્કાર દેખાડવો” અથવા “કોઈના તિરસ્કારમાં હોવું” અથવા “તિરસ્કારથી વર્તવું.”

આ બધા શબ્દનો અર્થ, જે કંઈ કહેવાય કે કરાય તે દ્વારા “ભારે અનાદર” અથવા “ભારે અપમાન” થાય છે.

  • જયારે દાઉદ રાજાએ વ્યભિચાર અને ખૂન દ્વારા પાપ કર્યું, ત્યારે દેવે કહ્યું હતું કે દાઉદે દેવ “માટે ઘૃણા દેખાડી” છે.

તેનો અર્થ એ કે તે કરવાથી તેણે દેવનું ખૂબજ અપમાન અને તિરસ્કાર કર્યો છે.

(આ પણ જુઓ: અનાદર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H936, H937, H959, H963, H1860, H7043, H7589, H5006, G1848