gu_tw/bible/other/consume.md

4.1 KiB

વાપરવું (ખલાસ કરવું), નાશ કરવો, નાશ પામેલું, વપરાશ

વ્યાખ્યા:

“ખતમ કરવું” શબ્દનો વાસ્તવિક અર્થ કશુંક વાપરી નાખવું. તેના અનેક રૂપકાત્મક અર્થો રહેલા છે.

  • બાઈબલમાં, મોટેભાગે “ખતમ કરવું” શબ્દ, વસ્તુઓ અથવા લોકોનો નાશ કરવો એમ દર્શાવે છે.

આગ માટે એવું કહેવાય છે કે તે વસ્તુઓનો પૂરી કરી દે છે, જેનો અર્થ બાળવા દ્વારા તેનો નાશ કરી દે છે.

  • દેવનું વર્ણન “નાશ કરનાર અગ્નિ” તરીકે થયું છે, જે પાપની વિરુદ્ધના તેના ક્રોધનું વર્ણન કરે છે.

પાપીઓ કે જેઓ પસ્તાવો કરતા નથી, તેઓ માટે તેના ક્રોધનું પરિણામ ભયંકર સજા છે.

  • ખોરાક પૂરો કરવો, એટલે કઈંક ખાઈ કે પી જવું.

“જમીનને બાળી નાખવી” શબ્દસમૂહનું ભાષાંતર, “જમીનનો નાશ કરવો” તરીકે કરી શકાય.

ભાષાંતરના સૂચનો

  • જમીન અથવા લોકોને ખલાસ કરી દેવાના સંદર્ભમાં, આ શબ્દનું ભાષાંતર “વિનાશ કરવો” એમ થઇ શકે છે.
  • જયારે “ખતમ કરવું” શબ્દ અગ્નિ માટે વપરાય છે તેનું ભાષાંતર, “બાળી નાખવું” એમ થઇ શકે છે.
  • મૂસાએ જે બળતું ઝાડવું જોયું કે જે “નાશ પામેલું નહોતું” જેનું ભાષાંતર, “ભષ્મ થતું નહોતું” અથવા “બળતું નહોતું” એમ કરી શકાય છે.
  • જયારે “ખલાસ કરવું (વાપરવું)” શબ્દ ખાવા માટે દર્શાવાય છે ત્યારે તેનું ભાષાંતર, “ખાવું” અથવા “ખાઈ જવું” તરીકે કરી શકાય.
  • જો કોઈકની તાકાત “ખતમ થઇ જાય છે,” તેનો અર્થ કે તેની તાકાત “વપરાઈ ગઈ છે” અથવા “જતી રહી છે.”
  • ”દેવ ભષ્મ કરનાર અગ્નિ છે” આ અભિવ્યક્તિનું ભાષાંતર, “દેવ અગ્નિ સમાન છે કે જે વસ્તુઓને બાળી નાખે છે” અથવા “દેવ પાપની વિરુદ્ધ ગુસ્સો કરે છે અને અગ્નિની જેમ પાપીઓનો નાશ કરે છે” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: ખાઈ જવું, કોપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H398, H402, H1086, H1104, H1197, H1497, H1846, H2000, H2628, H3615, H3617, H3631, H3857, H4127, H4529, H4743, H5486, H5487, H5595, H6244, H6789, H7332, H7646, H7829, H8046, H8552, G355, G1159, G2618, G2654, G2719, G5315, G5723