gu_tw/bible/other/comfort.md

4.8 KiB

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

  • વ્યક્તિ કે જે કોઈકને દિલાસો આપે છે તેને “દિલાસો આપનાર” કહેવાય છે.
  • જૂના કરારમાં, “દિલાસો” શબ્દ દેવ તેના લોકોને કેવો માયાળુ અને પ્રેમાળ છે, અને જયારે તેઓ પીડાતા હોય તેઓને મદદ કરે છે તેનું વર્ણન કરે છે
  • નવા કરારમાં, તે કહે છે કે દેવ તેના લોકોને પવિત્ર આત્મા દ્વારા દિલાસો આપશે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

  • “ઈઝરાએલને દિલાસો આપનાર,” એ અભિવ્યક્તિ મસીહ કે જે આવીને તેના લોકોને છોડાવશે તેને દર્શાવે છે.
  • ઈસુ પવિત્ર આત્માને “દિલાસો આપનાર” તરીકે દર્શાવે છે કે, જે ઈસુમાંના વિશ્વાસીઓને મદદ કરે છે.

ભાષાંતર માટેના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “દિલાસા” શબ્દનું ભાષાંતર “દર્દને સરળ કરવું” અથવા “કોઈકના દુઃખને દૂર કરવા મદદ કરવી” અથવા “સાંત્વના આપવી” અથવા “દિલાસો આપવો” તરીકે કરી શકાય.
  • જેમકે “અમારો દિલાસો” વાક્યનું ભાષાંતર “અમારું પ્રોત્સાહન” અથવા “(કોઈકને) અમારી સાંત્વના” અથવા “દુઃખના સમયમાં અમારી મદદ” તરીકે કરી શકાય.
  • “દિલાસો આપનાર” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ કે જે દિલાસો આપે છે” અથવા “કોઈક કે જે દુઃખ હળવું કરવામાં મદદ કરે છે” અથવા “વ્યક્તિ કે જે પ્રોત્સાહન આપે છે” તરીકે કરી શકાય છે.
  • જયારે પવિત્ર આત્મા “દિલાસો આપનાર” કહેવાય છે જેનું ભાષાંતર, “પ્રોત્સાહન આપનાર” અથવા “મદદગાર” અથવા “એક કે જે મદદ અને માર્ગદર્શક” તરીકે પણ કરી શકાય.
  • “ઈઝરાએલને દિલાસો આપનાર” વાક્યનું ભાષાંતર, “મસીહ”, કે જે ઈઝરાએલને દિલાસો આપે છે” એમ કરી શકાય છે.
  • “તેઓને દિલાસો આપનાર નથી” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “કોઈએ તેમને દિલાસો આપ્યો નથી” અથવા “તેઓને પ્રોત્સાહન કે મદદ કરવા કોઈ પણ નથી” તરીકે પણ કરી શકાય.

(આ પણ જુઓ: પ્રોત્સાહિત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2505, H5150, H5162, H5165, H5564, H8575, G302, G2174, G3870, G3874, G3875, G3888, G3890, G3931