gu_tw/bible/other/chronicles.md

24 lines
2.5 KiB
Markdown

# કાળવૃતાંત
## વ્યાખ્યા:
“કાળવૃતાંત” શબ્દ, એ સમયગાળા દરમ્યાન થયેલી ધટનાઓના લેખિત હેવાલને દર્શાવે છે.
* જૂના કરારમાંના બે પુસ્તકોને, “કાળવૃતાંતનું પહેલું પુસ્તક” અને “કાળવૃતાતનું બીજું પુસ્તક” કહેવામાં આવે છે.
* જેને ”કાળવૃતાંતના” પુસ્તકો કહેવાય છે, તેમાં આદમથી શરૂઆત કરીને દરેક પેઢીના લોકોની યાદી સાથે, ઈઝરાએલી લોકોના ઈતિહાસનો ભાગ નોંધવામાં આવ્યો છે.
* “પહેલા કાળવૃતાંત” ના પુસ્તકમાં શાઉલ રાજાના જીવનનો અંત અને દાઉદ રાજાના રાજ્યની ઘટનાઓને નોંધવામાં આવી છે.
* “બીજા કાળવૃતાંત” ના પુસ્તકમાં, સુલેમાન રાજાનું શાસન, તથા બીજા કેટલાક રાજાઓ, સાથે મંદિરનું બાંધકામ, અને ઈઝરાએલના ઉત્તરના રાજ્યના યહૂદાના દક્ષિણના રાજ્યથી પડેલા ભાગલાની નોંધ કરે છે.
* બીજા કાળવૃતાંતના અંતમાં બાબિલોનના બંદીવાસની શરૂઆતનું વર્ણન કરવામાં આવ્યું છે
(આ પણ જુઓ: [બાબિલોન](../names/babylon.md), [દાઉદ](../names/david.md), [બંદીવાસ/દેશવટો](../other/exile.md), [ઈઝરાએલનું રાજ્ય](../names/kingdomofisrael.md), [યહુદા](../names/kingdomofjudah.md), [સુલેમાન](../names/solomon.md))
## બાઈબલની કલમો:
* [1કાળવૃતાંત 27:23-24](rc://gu/tn/help/1ch/27/23)
* [2 કાળવૃતાંત 33:18-20](rc://gu/tn/help/2ch/33/18)
* [એસ્તર 10:1-2](rc://gu/tn/help/est/10/01)
## શબ્દ માહિતી:
* Strong's: H1697