gu_tw/bible/other/amazed.md

3.2 KiB

આશ્ચર્ય પામેલું, આશ્ચર્ય, અચંબો પામેલું, ચકિત થઇ ગયેલ, ચકિત થવું, ચકિત, અજાયબ, અજાયબ થયેલ

વ્યાખ્યા:

જયારે વ્યક્તિ કોઈ અસાધારણ બાબત માટે ભારે અચંબો પામે ત્યારે આ બધા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.

  • અમુક શબ્દોની અભિવ્યક્તિ ગ્રીક ભાષામાંથી આવે છે જે દર્શાવે છે કે “કોઈ અચંબિત થઇ જાય” અથવા “પોતાને ભૂલીને આશ્ચર્યમાં પડી જાય.”

આવી અભિવ્યક્તિઓ દર્શાવે છે કે વ્યક્તિ અચંબો પામીને ચકિત થઈ ગયું છે. બીજી ભાષામાં પણ આવા પ્રકારની અભિવ્યક્તિઓ હશે.

  • મોટે ભાગે આવી ઘટના જે આશ્ચર્યમાં મુકીને ચકિત કરી દે છે, તે કાર્ય ફક્ત ઈશ્વર જ કરી શકે છે.
  • આવા પ્રકારના શબ્દો પણ એક પ્રકારની ગુંચવણની લાગણીઓ ઉભી કરી દે છે કારણકે આવી બાબતો થવી સંપૂર્ણ રીતે અશક્ય છે.
  • આવા શબ્દોનું બીજી રીતે ભાષાંતર એવું થઇ શકે છે કે “ખુબ જ આશ્ચર્ય પામી ગયું હોય” અથવા “બહુ જ ચકિત થઇ ગયું હોય.”
  • “આશ્ચર્ય” (અચંબો, અદભૂત) સાથે “ચકિત” અને “આશ્ચર્ય થઇ જાય” એવા શબ્દો નો સમાવેશ થાય છે.
  • સામાન્ય રીતે આ શબ્દનો ઉપયોગ હકારત્મક રીતે અને જયારે કાંઈક ખુશીની બાબત બની હોય ત્યારે કરવામાં આવે છે.

(જુઓ: ચમત્કાર, નિશાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H926, H2865, H3820, H4159, H4923, H5953, H6313, H6381, H6382, H6383, H6395, H7583, H8047, H8074, H8078, H8429, H8539, H8540, H8541, H8653, G639, G1568, G1569, G1605, G1611, G1839, G2284, G2285, G2296, G2297, G2298, G3167, G4023, G4423, G4592, G5059