gu_tw/bible/other/acknowledge.md

3.2 KiB

માન્ય કરવું, માન્ય કરે છે, માન્ય કરેલું, સ્વીકાર કરવું, સ્વીકાર કરેલ

સત્યો:

“મંજુર કરવું” એ શબ્દનો અર્થ, કોઈકની અથવા કશાની સચોટ ઓળખાણ આપવી.

  • ઈશ્વરને મંજુર રાખવો એનો અર્થ એ થાય છે કે આપણે એવું વર્તન કરીએ જે દર્શાવે કે જે ઈશ્વર કહે છે તે સાચું છે.
  • જે લોકો ઈશ્વરને માન્ય રાખે છે તેઓ તેની આજ્ઞા માને છે, જે તેના નામને માટે મહિમા લાવે છે .

કાંઈક મંજુર રાખવું એનો અર્થ કે તે સાચું છે તેમ વિશ્વાસ કરવો અને વર્તન અને શબ્દો દ્વારા તેને દર્શાવવું.

ભાષાંતરના સુચનો :

જયારે કાંઈક સાચું હોય તેને કોઈ સંદર્ભમાં મંજુર કરવામાં આવે, જેના અર્થનું ભાષાંતર “સ્વીકાર કરવું“ અથવા “જાહેર કરવું”, અથવા “સાચું છે તેમ કબુલ કરવું” અથવા “માનવું”, તેમ થઈ શકે છે. જયારે કોઈ વ્યક્તિને સ્વીકારવામાં આવે છે, ત્યારે તે શબ્દનું ભાષાંતર કરી શકાય કે “સ્વીકારવું” અથવા “તેની કિંમતને સમજવી” અથવા” બીજાને કહેવું કે તે વ્યક્તિ વિશ્વાસુ છે. જયારે કોઈ સંદર્ભમાં ઈશ્વરને મંજુર કરવામાં આવે છે, જે શબ્દનું ભાષાંતર “વિશ્વાસ કરવો અને આધિન થવું” અથવા “ઈશ્વર કોણ છે તે જાહેર કરવું” અથવા “બીજા લોકોને જણાવવું કે ઈશ્વર કેટલા મહાન છે” અથવા “કબુલ કરો કે ઈશ્વર જે કહે છે અને કરે છે તે સાચું છે.

(જુઓં: આજ્ઞા પાડવી, મહિમા, બચવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3045, H3046, H5046, H5234, H6942, G1492, G1921, G3670