gu_tw/bible/names/redsea.md

2.8 KiB

બરુઓનો સમુદ્ર, લાલ સમુદ્ર

તથ્યો:

“બરુઓનો સમુદ્ર” તે ઈજિપ્ત અને અરેબિયા વચ્ચે સ્થિત સમુદ્રનું નામ હતું. તેને હવે “લાલ સમુદ્ર” કહેવામાં આવે છે.

  • લાલ સમુદ્ર લાંબો અને સાંકડો છે.

તે એક સરોવર કે નદી કરતાં મોટો છે પણ મહાસાગર કરતાં ઘણો નાનો છે.

  • જ્યારે ઇઝરાયલીઓ ઈજિપ્તમાંથી ભાગતા હતા ત્યારે તેમણે લાલ સમુદ્ર પાર કરવો જરૂરી હતો.

ઈશ્વરે ચમત્કાર કર્યો અને સમુદ્રના પાણીને બે ભાગમાં વહેંચી નાખ્યું કે જેથી લોકો કોરી જમીન પર ચાલીને પાર જઈ શકે.

  • કનાન દેશ આ સમુદ્રની ઉત્તરે હતો.
  • આનો અનુવાદ “બરુઓના સમુદ્ર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: અરેબિયા. કનાન, ઈજિપ્ત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 12:4 જ્યારે ઇઝરાયલીઓએ ઈજીપ્તના સૈન્યને આવતું જોયું ત્યારે, તેઓને મહેસુસ થયું કે તેઓ ફારુનના સૈન્ય અને લાલ સમુદ્ર વચ્ચે ફસાઈ ગયા હતા.
  • 12:5 પછી ઈશ્વરે મૂસાને કહ્યું, “લોકોને લાલ સમુદ્ર તરફ જવા કહે.”
  • 13:1 ઈશ્વરે ઇઝરાયલીઓને લાલ સમુદ્રમાંથી દોર્યા બાદ, તેમણે તેઓને અરણ્યમાં થઈને સિનાઈ પર્વત સુધી દોર્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H3220, H5488, G2063, G2281