gu_tw/bible/names/pilate.md

44 lines
4.3 KiB
Markdown

# પિલાત
## તથ્યો:
પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.
* પિલાત રાજ્યપાલ હતો તે કારણે તેની પાસે ગુનેગારોને મૃત્યુદંડ આપવાનો અધિકાર હતો.
* યહૂદી ધાર્મિક આગેવાનો ઇચ્છતા હતા કે પિલાત ઈસુને વધસ્તંભે જડાવે, તેથી તેઓ જૂઠું બોલ્યા અને કહ્યું કે ઈસુ ગુનેગાર હતા.
* પિલાતને ખબર પડી કે ઈસુ દોષિત ન હતા, પણ તે લોકોના ટોળાથી ડરતો હતો અને તેઓને ખુશ કરવા ચાહતો હતો, તેથી તેણે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા હુકમ કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [વધસ્તંભે જડાવવું](../kt/crucify.md), [રાજ્યપાલ](../other/governor.md), [દોષ](../kt/guilt.md), [યહૂદિયા](../names/judea.md), [રોમ](../names/rome.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 4:27-28](rc://gu/tn/help/act/04/27)
* [પ્રેરિતોનાં કૃત્યો 13:28-29](rc://gu/tn/help/act/13/28)
* [લૂક 23:1-2](rc://gu/tn/help/luk/23/01)
* [માર્ક 15:1-3](rc://gu/tn/help/mrk/15/01)
* [માથ્થી 27:11-14](rc://gu/tn/help/mat/27/11)
* [માથ્થી 27:57-58](rc://gu/tn/help/mat/27/57)
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
* __[39:9](rc://gu/tn/help/obs/39/09)__ બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને રોમન રાજ્યપાલ __પિલાત__ પાસે લાવ્યા.
તેઓને આશા હતી કે __પિલાત__ ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. __પિલાતે__ ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
* __[39:10](rc://gu/tn/help/obs/39/10)__ __પિલાતે__ કહ્યું, “સત્ય શું છે?”
* __[39:11](rc://gu/tn/help/obs/39/11)__ ઈસુ સાથે વાત કર્યા પછી __પિલાત__ લોકોના ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ દોષ માલૂમ પડતો નથી.”
પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” __પિલાતે__ પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.”
પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી.
પછી __પિલાતે__ ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”
* __[39:12](rc://gu/tn/help/obs/39/12)__ __પિલાતને__ ડર લાગ્યો કે ટોળું હુલ્લડ કરશે, તેથી તેણે પોતાના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપ્યો.
* __[40:2](rc://gu/tn/help/obs/40/02)__ __પિલાતે__ હુકમ કર્યો કે ઈસુના માથા ઉપર “યહૂદીઓનો રાજા” એવો એક લેખ મૂકવામાં આવે.
* __[41:2](rc://gu/tn/help/obs/41/02)__ __પિલાતે__ કહ્યું, “કેટલાક સૈનિકોને લઈ જાવ અને કબરને પૂરતી સુરક્ષિત કરો.”
## શબ્દ માહિતી:
* Strong's: G4091, G4194