gu_tw/bible/names/marysisterofmartha.md

2.2 KiB

મરિયમ (માર્થાની બહેન)

તથ્યો:

મરિયમ બેથનિયા નગરની સ્ત્રી હતી કે જે ઈસુને અનુસરતી હતી.

  • મરિયમની માર્થા નામની એક બહેન અને લાજરસ નામનો એક ભાઈ હતો કે જેઓ પણ ઈસુને અનુસરતા હતા.
  • એક સમયે જ્યારે મરિયમે માર્થાની જેમ ભોજનની તૈયારી સંબંધી ચિંતા કરવાને બદલે ઈસુના શિક્ષણને સાંભળવાનું પસંદ કર્યું ત્યારે ઈસુએ કહ્યું હતું કે મરિયમે શ્રેષ્ઠ બાબત પસંદ કરી હતી.
  • ઈસુએ મરિયમના ભાઈ લાજરસને સજીવન કર્યો હતો.
  • થોડા સમય બાદ, જ્યારે ઈસુ બેથનિયામાં કોઈકના ઘરે જમતા હતા ત્યારે, મરિયમે ઈસુની આરાધના કરવા તેમના પગ પર કિમતી અત્તર ચોળ્યું.
  • તે કરવા બદલ ઈસુએ તેની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેમના શરીરને દફન માટે તૈયાર કરતી હતી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: બેથનિયા, જટામાંસી, લાજરસ, માર્થા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G3137