gu_tw/bible/names/kingdomofisrael.md

44 lines
5.0 KiB
Markdown

# ઈઝરાયેલનું રાજ્ય
## તથ્યો:
જ્યારે સુલેમાન મૃત્યુ પામ્યો પછી ઈઝરાયેલના બાર કુળો બે રાજ્યોમાં વિભાજિત થયા ત્યારે ઈઝરાયેલ રાષ્ટ્રની ઉત્તર ભાગમાં જે હતું તે ઈઝરાયેલનું રાજ્ય બન્યું.
* ઉત્તરમાં ઈઝરાયેલ રાજ્યના દસ કુળો, અને દક્ષિણમાં યહુદાનું રાજ્ય જેને બે કુળો હતા.
* ઈઝરાયેલ રાજ્યનું પાટનગર સમારીઆ શહેર હતું.
તે યહુદા રાજ્યના પાટનગર યરૂશાલેમ શહેરથી આશરે 50 કિમીએ હતું.
* ઈઝરાયેલ રાજ્યના સર્વ રાજાઓ દુષ્ટ હતા.
તેમણે લોકોને મૂર્તિઓની અને જુઠ્ઠા દેવોની સેવા કરવા પ્રભાવિત કર્યા હતા.
* ઈશ્વરે ઈઝરાયેલ રાજ્ય પર હુમલો કરવા માટે આશ્શુરીઓને મોકલ્યા હતા.
ઘણાં ઈઝરાયેલીઓને પકડીને આશ્શૂરમાં રહેવા લઈ જવામાં આવ્યા હતા.
* ઈઝરાયેલ રાજ્યમાં બાકી રહેલા લોકોની સાથે રહેવા આશ્શુરીઓ વિદેશીઓને લાવ્યા હતા.
આ વિદેશીઓએ ઈઝરાયેલીઓ સાથે આંતરલગ્નો કર્યા, અને તેમના વંશજો સમરૂની લોકો બન્યા.
(આ પણ જુઓ: [આશ્શૂર](../names/assyria.md), [ઈઝરાયેલ](../kt/israel.md), [યહુદા](../names/kingdomofjudah.md), [યરૂશાલેમ](../names/jerusalem.md), [રાજ્ય](../other/kingdom.md), [સમારીઆ](../names/samaria.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 કાળુવૃતાંત 35:18-19](rc://gu/tn/help/2ch/35/18)
* [યર્મિયા 5:10-13](rc://gu/tn/help/jer/05/10)
* [યર્મિયા 9:25-26](rc://gu/tn/help/jer/09/25)
## બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
* __[18:8](rc://gu/tn/help/obs/18/08)__ ઈઝરાયેલના બીજા દસ કુળોએ જેઓએ રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તેઓએ યરોબામ નામના માણસને તેમના રાજા તરીકે નિમ્યો. તેમણે જમીનની ઉત્તર ભાગમાં તેમનું રાજ્ય સ્થાપ્યું અને તેને કહેવામાં આવ્યું __ઈઝરાયેલનું રાજ્ય__.
* __[18:10](rc://gu/tn/help/obs/18/10)__ __યહુદા અને ઈઝરાયેલના રાજ્યો__ દુશ્મનો બન્યા અને એકબીજા વિરુદ્ધ અવારનવાર લડતાં હતા.
* __[18:11](rc://gu/tn/help/obs/18/11)__ નવા __ઈઝરાયેલ રાજ્યમાં__, સર્વ રાજાઓ દુષ્ટ હતા.
* __[20:1](rc://gu/tn/help/obs/20/01)__ __ઇઝરાયેલના રાજ્ય__ અને યહુદાના બંનેએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું.
* __[20:2](rc://gu/tn/help/obs/20/02)__ __ઈઝરાયેલનું રાજ્ય__ આશ્શુરી સામ્રાજય, શક્તિશાળી, ઘાતકી રાષ્ટ્ર દ્વારા નાશ પામ્યું. આશ્શુરીઓએ ઘણાં લોકોને મારી નાંખ્યા__ઈઝરાયેલ રાજ્યમાં__, મૂલ્યવાન વસ્તુઓ લઈ ગયા, અને દેશનું ઘણું બાળી નાંખ્યું.
* __[20:4](rc://gu/tn/help/obs/20/04)__ પછી આશ્શુરીઓ વિદેશીઓને ત્યાં રહેવા લાવ્યા જ્યાં __ઈઝરાયેલનું રાજ્ય__ હતું. વિદેશીઓએ નષ્ટ થયેલ શહેર બાંધ્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. જે ઇઝરાયેલીઓએ વિદેશીઓ સાથે લગ્ન કર્યા તેમના વંશજો સમરૂનીઓ કહેવાયા.
## શબ્દ માહિતી:
* Strong's: H3478, H4410, H4467, H4468