gu_tw/bible/names/goshen.md

1.9 KiB

ગોશેન

વ્યાખ્યા:

ગોશેન એ મિસરના ઉત્તર ભાગમાં નાઈલ નદીની પાસે આવેલા જમીનના ફળદ્રુપ પ્રદેશનું નામ હતું.

  • જયારે યૂસફ મિસરનો અધિપતિ હતો, ત્યારે કનાનના દુકાળથી બચવા તેના પિતા અને ભાઈઓ અને તેઓના કુટુંબો ગોશેનમાં રહેવા આવ્યા.
  • તે અને તેઓના વંશજો 400 વર્ષો માટે ગોશેનમાં સારી રીતે રહ્યા, પણ પછી મિસરના રાજા ફારુન દ્વારા ગુલામી કરવા ફરજ પાળી હતી.
  • છેવટે દેવે મૂસાને મદદ કરવા મોકલ્યો, જેથી ઈઝરાએલના લોકો ગોશેનની ભૂમિ છોડી અને ગુલામીમાંથી છૂટકો પામે.

( ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: મિસર, દુકાળ, મૂસા, નાઈલ નદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1657