gu_tw/bible/names/cush.md

2.0 KiB

કૂશ

સત્યો:

કૂશ એ નૂહના દીકરા હામનો સૌથી મોટો દીકરો હતો. તે નિમ્રોદનો પણ પૂર્વજ હતો. તેના બે ભાઈઓના નામ મિસર અને ક્નાન હતા.

  • જૂના કરારના સમયોમાં, “કૂશ” એ દક્ષિણ ઈઝરાએલમાં આવેલા એક મોટા ભાગનું નામ હતું.

તે સંભવિત છે કે જગ્યાનું નામ હામના દીકરા કૂશ પરથી અપાયું હશે.

  • પ્રાચીન સમયના કૂશનો ભાગ, કદાચ આધુનિક સમયના વિવિધ ભાગોના દેશો જેવા સુદાન, મિસર, ઇથોપિયા, અને કદાચ, સાઉદી અરેબિયાનો સમાવેશ કરે છે.
  • ગીતશાસ્ત્રમાં બીજા એક કૂશ નામના માણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તે બિન્યામીન કુળનો હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અરબસ્થાન, કનાન, મિસર, ઇથોપિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3568, H3569, H3570