gu_tw/bible/names/amaziah.md

2.3 KiB

અમાસ્યા

સત્યો:

અમાસ્યા તેના પિતા યોઆશ રાજાની હત્યા થયા બાદ યહૂદાના રાજ્ય ઉપર રાજા બન્યો.

  • અમાસ્યા રાજાએ ઈસ.પૂર્વે 796 થી ઈસ.પૂર્વે 767 સુધી યહૂદા ઉપર ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું.
  • તે સારો રાજા હતો, પણ તેણે ઉચ્ચ્સ્થાનોમાં જ્યાં મૂર્તિઓની પૂજા થતી હતી તે કાઢી નાખ્યા નહિ.
  • જે માણસો તેના પિતાની હત્યા માટે જવાબદાર હતા તેમને અમાસ્યાએ છેવટે મારી નાખ્યાં.
  • તેણે બળવાખોર અદોમીઓનો પરાજય કરીને તેમને યહુદા રાજ્યના નિયંત્રણમાં પાછા લાવ્યો.

તેણે ઈઝરાએલના રાજા યહોઆશને યુદ્ધ માટે પડકાર કર્યો, પણ તે હારી ગયો. યરુશાલેમની દિવાલોના ભાગ તૂટી ગયા અને સોનાચાંદીના વાસણો મંદિરમાંથી ચોરાઈ ગયા હતા. વર્ષો પછી અમાસ્યા યહોવાના માર્ગોથી ફરી ગયો અને યરુશાલેમના અમુક માણસોએ કાવતરું કરીને તેને મારી નાખ્યો.

( ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

( જુઓ: યોઆશ, અદોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H558