gu_tw/bible/kt/transgression.md

2.9 KiB

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

  • બીજા શબ્દોમાં કહીએ તો, "ઉલ્લંઘન" માટે, "રેખા ઓળંગવી", વ્યક્તિ અને અન્યના ભલા માટે એક મર્યાદા અથવા સીમા નક્કી કરવામાં આવી હોય છે તેની ઉપરવટ જવાને વર્ણવી શકાય.
  • શબ્દો "ઉલ્લંઘન," "પાપ," "અન્યાય," અને "દોષ બધામાં ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો અને તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • " ઉલ્લંઘન " નું ભાષાંતર "પાપ કરવું" અથવા "અનાજ્ઞાધીન થવું" અથવા "બળવો કરવો" કરી શકાય છે.
  • જો કોઈ કલમ અથવા ફકરામાં બે શબ્દોનો ઉપયોગ કરે છે જેનો અર્થ "પાપ" અથવા "ઉલ્લંઘન" અથવા "દોષ" થાય છે, જો શક્ય હોય તો, આ શબ્દોનો વિવિધ રીતે અનુવાદ કરવો. જ્યારે બાઇબલ સમાન સંદર્ભમાં સમાન અર્થો સાથે બે અથવા વધુ શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે સામાન્ય રીતે તેના હેતુ પર ભાર મૂકે છે કે શું કહેવામાં આવ્યું છે અથવા તેનું મહત્વ દર્શાવવું તે છે

(જુઓ: સમાંતરણ)

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H898, H4603, H4604, H6586, H6588, G458, G459, G3845, G3847, G3848, G3928