gu_tw/bible/kt/savior.md

3.0 KiB

તારણહાર, તારનાર

તથ્યો:

“તારનાર” શબ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે કે જે બીજાઓને જોખમથી બચાવે છે અથવા છોડાવે છે. તે એવા વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે કે જે બીજાને બળ આપે છે અથવા તેમને પૂરું પાડે છે.

  • જુના કરારમાં, ઈશ્વરનો ઈઝરાયેલના તારણહાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે તેમણે વારંવાર તેઓને તેઓના શત્રુઓથી છોડાવ્યા, તેમને બળ આપ્યું, અને જીવવા માટે જે કંઈ જરૂરી હતું તે પણ પૂરું પાળ્યું.
  • નવા કરારમાં, “તારણહાર” એ ઈસુ ખ્રિસ્ત માટેના વર્ણન અથવા શિર્ષક તરીકે ઉપયોગમાં લેવાતું હતું કારણ કે તેઓ લોકોને તેમના પાપોની અનંતકાળની શિક્ષાથી બચાવે છે.

તેઓ તેમના પાપોના નિયંત્રણથી પણ તેમને બચાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જો શક્ય છે, તો “તારણહાર” નો અનુવાદ એ શબ્દ સાથે થવો જોઈએ કે જે શબ્દો “બચાવવું” અને “તારણ” સાથે સંબંધિત છે.
  • આ શબ્દનું અનુવાદ કરવાની રીતોમાં “એક કે જે બચાવે છે” અથવા “ઈશ્વર, કે જે બચાવે છે” અથવા “જે જોખમથી બચાવે છે” અથવા “જે શત્રુઓથી બચાવે છે” અથવા “ઈસુ, કે જે (લોકોને) પાપોથી છોડાવે છે” નો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: છોડાવવું, ઈસુ, બચાવવું, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3467, G4990