gu_tw/bible/kt/save.md

62 lines
9.0 KiB
Markdown

# બચાવવું, બચાવે છે, બચાવ્યા, સલામત, તારણ
## વ્યાખ્યા:
“બચાવવું” શબ્દ કોઈકને કંઇક ખરાબ અથવા નુકસાનકારક અનુભવતા દુર રાખવું તેનો ઉલ્લેખ કરે છે.
“સલામત રહેવું” તેનો અર્થ નિકસન અથવા જોખમથી સુરક્ષિતએમ થાય છે.
* શારીરિક અર્થમાં, લોકોને નુકસાન, જોખમ, અથવા મરણથી બચાવવામાં અથવા છોડાવવામાં આવે.
* આત્મિક અર્થમાં, જો વ્યક્તિને “બચાવવામાં”આવ્યો છે, તો પછી ઈશ્વરે, ઈસુના વધસ્તંભના મરણ દ્વારા, તેને માફ કર્યો છે અને નરકમાં પોતાના પાપોની શિક્ષા ભોગવતા છોડાવ્યો છે.
* લોકો બીજા લોકોને બચાવી શકે અથવા જોખમમાંથી છોડાવી શકે, પરંતુ માત્ર ઈશ્વર જ લોકોને તેઓના પાપોની અનંતકાળની શિક્ષાથી બચાવી શકે.
“તારણ” શબ્દ બચાવવામાં આવ્યા અથવા દુષ્ટતાથી અને જોખમથી છોડાવવામાં આવ્યા તેવો ઉલ્લેખ કરે છે.
* બાઈબલમાં, “તારણ” જેઓએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો છે અને ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓનો આત્મિક અને અનંતકાળ છુટકારો ઈશ્વર દ્વારા માન્ય થયો છે તેનો ઉલ્લેખ કરે છે.
* બાઈબલ ઈશ્વર તેમના લોકોને તેમના શારીરિક શત્રુઓથી બચાવે અથવા છોડાવે છે એ વિશે પણ વાત કરે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “બચાવવું” નું અનુવાદ કરવાની રીતોમાં “છોડાવવું” અથવા “નુકસાનથી દુર રાખવું” અથવા “નુકસાનના માર્ગેથી બહાર લાવવું” અથવા “મરણથી દુર રાખવું” નો સમાવેશ કરી શકાય.
* “જે કોઈ પોતાનો જીવ બચાવે” તે અભિવ્યક્તિમાં “બચાવે” શબ્દનો અનુવાદ “સાચવવું” અથવા “રક્ષણ” એમ કરી શકાય.
* “સલામત” શબ્દનો અનુવાદ “જોખમથી સુરક્ષિત” અથવા “એવી જગ્યામાં કે જ્યાં કશું પણ નુકસાન ન કરી શકે” એમ કરી શકાય.
* “તારણ” શબ્દનો અનુવાદ “બચાવવું” અથવા “છોડાવવું” શબ્દોનો ઉપયોગ કરીને કરી શકાય જેવી રીતે “ઈશ્વર દ્વારા બચાવવામાં આવેલા લોકો (તેમના પાપોની શિક્ષામાંથી)” અથવા “ઈશ્વર પોતાના લોકોને છોડાવે છે (તેમના શત્રુઓથી)” તે રીતે.
* “ઈશ્વર મારું તારણ છે” તેનું અનુવાદ “ઈશ્વર એ છે કે જે મને બચાવે છે” એમ કરી શકાય.
* “તમે તારણના ઝરાઓમાંથી પાણી ભરશો” નું અનુવાદ “તમે પાણીથી તાજગી પામશો કારણ કે ઈશ્વર તમને છોડાવે છે.”
(આ પણ જુઓ: [વધસ્તંભ](../kt/cross.md), [છોડાવવું](../other/deliverer.md), [શિક્ષા](../other/punish.md), [પાપ](../kt/sin.md), [તારણહાર](../kt/savior.md))
## બાઈબલના સંદર્ભો:
* [ઉત્પતિ 49:16-18](rc://gu/tn/help/gen/49/16)
* [ઉત્પતિ 47:25-26](rc://gu/tn/help/gen/47/25)
* [ગીતશાસ્ત્ર 80:1-3](rc://gu/tn/help/psa/080/001)
* [યર્મિયા 16:19-21](rc://gu/tn/help/jer/16/19)
* [મીખાહ 6:3-5](rc://gu/tn/help/mic/06/03)
* [લૂક 2:30-32](rc://gu/tn/help/luk/02/30)
* [લૂક 8:36-37](rc://gu/tn/help/luk/08/36)
* [પ્રેરિતોના કૃત્યો 4:11-12](rc://gu/tn/help/act/04/11)
* [પ્રેરિતોના કૃત્યો 28:28](rc://gu/tn/help/act/28/28)
* [પ્રેરિતોના કૃત્યો 2:20-21](rc://gu/tn/help/act/02/20)
* [રોમન 1:16-17](rc://gu/tn/help/rom/01/16)
* [રોમન 10:8-10](rc://gu/tn/help/rom/10/08)
* [એફેસીઓ 6:17-18](rc://gu/tn/help/eph/06/17)
* [ફિલિપ્પીઓ 1:28-30](rc://gu/tn/help/php/01/28)
* [1 તિમોથી 1:15-17](rc://gu/tn/help/1ti/01/15)
* [પ્રકટીકરણ 19:1-2](rc://gu/tn/help/rev/19/01)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[9:8](rc://gu/tn/help/obs/09/08)__ મુસાએ પ્રયત્ન કર્યો __બચાવવાને માટે__ તેના સાથી ઈઝરાયેલીને.
* __[11:2](rc://gu/tn/help/obs/11/02)__ ઈશ્વરે માર્ગ કરી આપ્યો __બચાવવા માટે__ કોઈપણના પ્રથમજનિત દીકરાને જેઓએ તેમના પર વિશ્વાસ કર્યો હોય.
* __[12:5](rc://gu/tn/help/obs/12/05)__ મુસાએ ઈઝરાયેલીઓને કહ્યું, “ભયભીત થવાનું મૂકી દો! ઈશ્વર તમ્રે માટે આજે લડશે અને __બચાવશે__ તમને.”
* __[12:13](rc://gu/tn/help/obs/12/13)__ ઈઝરાયેલીઓએ તેમની નવી સ્વતંત્રતા ઉજવવા માટે ઘણાં ગીતો ગાયા અને ઈશ્વરની સ્તુતિ કરી કારણ કે તેમણે __બચાવ્યા__ તેઓને ઈજીપ્તના લશ્કરથી.
* __[16:17](rc://gu/tn/help/obs/16/17)__ આ માળખું ઘણીવાર પુનરાવર્તિત થયું: ઈઝરાયેલીઓ પાપ કરે, ઈશ્વર તેઓને શિક્ષા કરે, તેઓ પસ્તાવી કરે, અને ઈશ્વર છોડાવનાર મોકલે __બચાવવા માટે__ તેઓને.
* __[44:8](rc://gu/tn/help/obs/44/08)__ “તમે ઈસુને વધસ્તંભે જડ્યા, પરંતુ ઈશ્વરે તેઓને સજીવન કર્યા! તમે તેઓને નકાર્યા, પરંતુ બીજો કોઈ રસ્તો નથી __તારણ પામવાનો__ સિવાય ઈસુના સામર્થ્ય દ્વારા!”
* __[47:11](rc://gu/tn/help/obs/47/11)__ જ્યારે દરોગો પાઉલ અને સિલાસ પાસે ધ્રુજતો ધ્રુજતો આવ્યો અને પૂછ્યું, “મારે શું કરવું જોઈએ __તારણ પામવા માટે__?" પાઉલે જવાબ આપ્યો, “ઈસુ પર વિશ્વાસ કર, કે જે માલિક છે, અને તું અને તારું કુટુંબ __તારણ પામશો__.”
* __[49:12](rc://gu/tn/help/obs/49/12)__ સારી કરણીઓ __બચાવી શકશે નહિ__ તમને.
* __[49:13](rc://gu/tn/help/obs/49/13)__ ઈશ્વર __બચાવશે__ દરેકને જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેઓને પોતાના માલિક તરીકે સ્વીકારે છે તેઓને. પરંતુ તેઓ __બચાવશે નહિ__ કોઈને જેઓ તેમનામાં વિશ્વાસ નથી કરતાં તેઓને.
## શબ્દ માહિતી:
* Strong's: H983, H2421, H3444, H3467, H3468, H4190, H4422, H4931, H6403, H7682, H7951, H7965, H8104, H8668, G803, G804, G806, G1295, G1508, G4982, G4991, G4992, G5198