gu_tw/bible/kt/sadducee.md

26 lines
2.2 KiB
Markdown

# સદૂકી, સદૂકીઓ
## વ્યાખ્યા:
ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું.
તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.
* ઘણાં સદૂકીઓ શ્રીમંત, ઉચ્ચ કક્ષાના યહૂદીઓ કે જેઓ મુખ્ય યાજક અને પ્રમુખ યાજક જેવાં શક્તિશાળી નેતૃત્વવાળા દરજ્જા ધરાવતાં હતાં.
* સદૂકીઓની ફરજોમાં મંદિર સંકુલની સંભાળ રાખવી અને બલિદાનો આપવા જેવા યાજકવર્ગના કાર્યોનો સમાવેશ થતો હતો.
* સદૂકીઓ અને ફરોશીઓએ રોમન આગેવાનોને ઈસુને વધસ્તંભે જડવાં માટે પ્રભાવિત કર્યા હતા.
* ઈસુ આ બે ધાર્મિક જૂથો વિરુદ્ધ તેમના સ્વાર્થીપણા અને ઢોંગને કારણે બોલ્યાં હતા.
(આ પણ જુઓ: [મુખ્ય યાજકો](../other/chiefpriests.md), [પરિષદ](../other/council.md), [પ્રમુખ યાજક](../kt/highpriest.md), [ઢોંગી](../kt/hypocrite.md), [યહૂદી આગેવાનો](../other/jewishleaders.md), [ફરોશી](../kt/pharisee.md), [યાજક](../kt/priest.md))
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 4:1-4](rc://gu/tn/help/act/04/01)
* [પ્રેરિતોના કૃત્યો 5:17-18](rc://gu/tn/help/act/05/17)
* [લૂક 20:27-28](rc://gu/tn/help/luk/20/27)
* [માથ્થી 3:7-9](rc://gu/tn/help/mat/03/07)
* [માથ્થી 16:1-2](rc://gu/tn/help/mat/16/01)
## શબ્દ માહિતી:
* Strong's: G4523