gu_tw/bible/kt/resurrection.md

43 lines
3.3 KiB
Markdown

# જીવનોત્થાન, ઉત્થાન
## વ્યાખ્યા:
“જીવનોત્થાન” શબ્દ મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું તેનો ઉલ્લેખ કરે છે.
* કોઈ વ્યક્તિનું જીવનોત્થાન કરવાનો અર્થ તે વ્યક્તિને ફરીથી જીવિત કરવી એવો થાય છે.
આ કરવાનું સામર્થ ફક્ત ઈશ્વર પાસે છે.
* “જીવનોત્થાન” શબ્દ ઘણી વાર ઈસુ મરણ પામ્યા અને બાદમાં સજીવન થયા તેનો ઉલ્લેખ કરે છે.
* જ્યારે ઈસુએ કહ્યું કે, “ઉત્થાન તથા જીવન હું છું” ત્યારે, તેમના કહેવાનો અર્થ એ હતો કે જીવનોત્થાનનો સ્રોત તેઓ પોતે છે અને તેઓ જ લોકો પાછા સજીવન થાય તેવું કરનાર છે.
## અનુવાદ માટેના સૂચનો:
* એક વ્યક્તિના “જીવનોત્થાન” નો અનુવાદ “ફરીથી જીવતા થવું” અથવા તો “મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું” તરીકે કરી શકાય.
* આ શબ્દનો શાબ્દિક અર્થ “ઊભા થવું” અથવા તો “(મરણમાંથી) ઊભા થવાની ક્રિયા” એવો થાય છે. આ શબ્દનો અનુવાદ કરવાની આ બીજી રીતો હશે.
(આ પણ જૂઓ: [જીવન](../kt/life.md), [મરણ](../other/death.md), [ઊભા કરવું](../other/raise.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કરિંથી 15:12-14](rc://gu/tn/help/1co/15/12)
* [1 પિતર 3:21-22](rc://gu/tn/help/1pe/03/21)
* [હિબ્રૂ 11:35-38](rc://gu/tn/help/heb/11/35)
* [યોહાન 5:28-29](rc://gu/tn/help/jhn/05/28)
* [લૂક 20:27-28](rc://gu/tn/help/luk/20/27)
* [લૂક 20:34-36](rc://gu/tn/help/luk/20/34)
* [માથ્થી 22:23-24](rc://gu/tn/help/mat/22/23)
* [માથ્થી 22:29-30](rc://gu/tn/help/mat/22/29)
* [ફિલિપી 3:8-11](rc://gu/tn/help/php/03/08)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[21:14](rc://gu/tn/help/obs/21/14)__ મસીહાના મરણ અને __જીવનોત્થાન__ દ્વારા, ઈશ્વર પાપીઓને બચાવવાની અને નવો કરાર સ્થાપિત કરવાની યોજના સિદ્ધ કરશે.
* __[37:5](rc://gu/tn/help/obs/37/05)__ ઈસુએ પ્રત્યુતર આપ્યો કે, “__ઉત્થાન__ તથા જીવન હું છું.
જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે તે જો કે મરણ પામે તો પણ જીવશે.
## શબ્દ માહિતી:
* Strong's: G386, G1454, G1815