gu_tw/bible/kt/myrrh.md

1.7 KiB

બોળ

વ્યાખ્યા:

બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે. તે લોબાન સાથે સંબંધિત છે.

  • બોળનો ઉપયોગ ધૂપ, અત્તર અને દવાઓ બનાવવામાં અને મૃતદેહોને દફન માટે તૈયાર કરવા પણ કરવામાં આવતો હતો.
  • ઈસુ જ્યારે જન્મ્યા ત્યારે જ્ઞાનીપુરુષોએ તેમને જે ભેટો આપી તેમાં બોળ પણ એક હતું.
  • જ્યારે ઈસુને વધસ્થંભે જડ્યા હતા ત્યારે તેમની પીડા ઓછી કરવા તેમને બોળમિશ્રિત દ્રાક્ષારસ આપવામાં આવ્યો હતો.

(આ પણ જૂઓ: લોબાન, જ્ઞાનીપુરુષો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3910, H4753, G3464, G4666, G4669