gu_tw/bible/kt/lordssupper.md

2.7 KiB

પ્રભુ ભોજન

વ્યાખ્યા:

પ્રેષિત પાઉલ દ્વારા " પ્રભુ ભોજન " શબ્દનો ઉપયોગ યહુદી નેતાઓ દ્વારા ધરપકડ કરવામાં આવેલી તે રાતે ઈસુએ શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું તે પાસ્ખાપર્વના ભોજનનો ઉલ્લેખ કરવા માટે કર્યો હતો.

  • આ ભોજન દરમિયાન, ઈસુએ પાસ્ખાપર્વના રોટલીને ટુકડાઓમાં તોડીને તેને તેનું શરીર કહયું, જે ટૂંક સમયમાં જ મારવામાં અને મારી નાખવામાં આવશે.
  • તેણે દ્રાક્ષારસના કપને તેનું લોહી કહ્યું, જે પાપ માટે બલિદાન તરીકે જલ્દીથી વહેવડાવીને મૃત્યુ પામવાના હતા.
  • ઈસુએ આજ્ઞા આપી કે તેમના અનુયાયીઓ સાથે મળીને આ ભોજનને લેતા, ત્યારે તેઓએ તેમના મૃત્યુ અને પુનરુત્થાનને યાદ રાખવું જોઈએ.
  • કોરીંથીઓને લખેલા પત્રમાં, પ્રેષિત પાઊલે પણ ઈસુના વિશ્વાસીઓ માટે નિયમિત પ્રથા તરીકે પ્રભુ ભોજનની સ્થાપના કરી.
  • મંડળીઓ આજે પ્રભુ ભોજનનો ઉલ્લેખ કરવા માટે "કમ્યુનિયન" શબ્દનો ઉપયોગ કરે છે.

"છેલ્લું ભોજન" શબ્દનો ઉપયોગ કેટલીક વખત થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ "પ્રભુ ભોજન" અથવા "આપણા પ્રભુ ઈસુનું ભોજન" અથવા "પ્રભુ ઈસુની યાદમાં ભોજન" તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: પાસ્ખાપર્વ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G1173, G2960