gu_tw/bible/kt/gentile.md

2.7 KiB

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

  • બાઈબલમાં, રૂપકાત્મક રીતે “બેસુન્ન્ત” શબ્દ પણ વિદેશીઓને દર્શાવે છે, કારણકે જે રીતે ઈઝરાએલીઓએ કર્યું તે રીતે તેઓમાંના ઘણાએ તેઓના નર બાળકોની સુન્નત કરી ન હતી.
  • કારણકે દેવે યહૂદીઓને તેના ખાસ લોક થવા સારું પસંદ કર્યા હતા, જેથી તેઓએ વિદેશીઓને બહારના તરીકે ગણ્યા કે તેઓ ક્યારેય દેવના લોકો બની શકે નહીં.
  • ઈતિહાસના અલગ અલગ સમયોમાં યહૂદીઓને “ઈઝરાએલીઓ” અથવા “હિબ્રૂઓ” પણ કહેવામાં આવ્યા હતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

  • વિદેશીનું ભાષાંતર, “યહૂદી નહિ” અથવા બિન-યહૂદીઓ” અથવા “એક કે જે ઈઝરાએલી નથી” (જૂના કરારમાં) અથવા “બિન યહૂદી” તરીકે પણ કરી શકાય છે.
  • પરંપરાગત રીતે યહૂદીઓ વિદેશીઓ સાથે ખાતા અથવા સંબંધ રાખતા નહોતા, કે જેને કારણે શરૂઆતની મંડળીની અંદર સમસ્યાઓ થઈ.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યાકૂબ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1471, G1482, G1484, G1672