gu_tw/bible/kt/confess.md

3.4 KiB

કબૂલ કરવું, કબૂલ કરેલું, કબૂલ કરે છે, કબૂલાત

વ્યાખ્યા:

કબૂલ કરવું શબ્દનો અર્થ, કઈંક સાચું છે કે જે સ્વીકારવું અથવા વ્યક્ત કરવું. “કબૂલાત” એટલે કઈંક સાચું છે તેનું નિવેદન અથવા સ્વીકાર કરવો.

  • “કબૂલ કરવું” શબ્દ, ઈશ્વરના સત્ય વિશે હિંમતભેર કહેવું, તે દર્શાવે છે.

અમે પાપ કર્યું તે સ્વીકારવા અને તેને દર્શાવવા તેનો ઉપયોગ થાય છે.

  • બાઈબલ કહે છે કે જો લોકો તેઓના પાપો દેવને કબૂલ કરશે, તે તેઓને માફ કરશે.
  • પ્રેરિત યાકૂબે તેના પત્રમાં લખ્યું છે કે જયારે વિશ્વાસીઓ તેઓના પાપો એકબીજાની આગળ કબૂલ કરશે,આ આત્મિક સાજાપણું લાવે છે.
  • પાઉલ પ્રેરિતે ફિલિપ્પીઓને લખ્યું છે કે એક દિવસ દરેક જણ કબૂલ અથવા જાહેર કરશે કે, ઈસુ પ્રભુ છે.
  • પાઉલે એ પણ કહ્યું છે કે જો લોકો કબૂલ કરશે કે ઈસુ પ્રભુ છે અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો છે એવો વિશ્વાસ કરશે, તો તેઓ તારણ પામશે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “કબૂલ કરવું”, “સ્વીકારવું” અથવા “સાક્ષી આપવી” અથવા “જાહેર કરવું” અથવા “મંજૂર રાખવું” અથવા “સમર્થન કરવું,” એવા શબ્દનો સમાવેશ કરી શકાય છે.
  • “કબૂલાત” શબ્દનું વિવિધ ભાષાંતર આ રીતે કરી શકાય, “ઘોષણા” અથવા “સાક્ષી” અથવા “અમે શું માનીએ તે વિશેનો દાવો” અથવા “પાપને સ્વીકારવું.”

(આ પણ જુઓ: વિશ્વાસ, સાક્ષી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3034, H8426, G1843, G3670, G3671