gu_tw/bible/kt/blasphemy.md

3.2 KiB

ઈશ્વર નિંદા, ઈશ્વરની નિંદા કરવી, નિંદા કરાયેલ, અનાદરભર્યું, દુર્ભાષણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “ઈશ્વર નિંદા” શબ્દ, દેવ અથવા લોકો માટે ઊંડો અનાદર બતાવવો એમ દર્શાવવામાં આવ્યું છે. “નિંદા કરવી” એટલે કે, કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં એવી રીતે બોલવું જેથી બીજાઓ લોકો તેના વિશે કંઇક ખોટું અથવા ખરાબ વિચારે.

  • મોટે ભાગે, દેવની નિંદા કરવી એટલે બદનક્ષી કરવી અથવા તેના વિશે સાચું નથી તે કહીને તેનું અપમાન કરવું અથવા અનૈતિક વર્તન કરવું કે જે તેનું અપમાન થાય.
  • માનવી જયારે દેવ હોવાનો દાવો કરે છે ત્યારે તેઓ ઈશ્વરનિંદા કરે છે, કારણકે એક સાચા દેવની જગ્યા પર તેઓ પોતે દેવ હોવાનો દાવો કરે છે.
  • કેટલાક અંગ્રેજી આવૃત્તિઓમાં “બદનક્ષી કરવી” તે શબ્દ લોકો નિંદા માટે વાપરવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો

  • “દુર્ભાષણ કરવું” તેનું ભાષાંતર “કોઈની વિરુદ્ધ ભૂંડી વાતો કહેવી” અથવા “દેવનું અપમાન કરવું” અથવા “બદનક્ષી કરવી” એમ થઇ શકે છે.

“દુર્ભાષણ” શબ્દનું ભાષાંતર “બીજા વિશે ખોટું બોલવું” અથવા “નિંદા કરવી” અથવા “ખોટી અફવા ફેલાવવી” તેમ થઇ શકે છે.

(આ પણ જુઓ : અપમાન, નિંદા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H1288, H1442, H2778, H5006, H5007, H5344, G987, G988, G989