gu_tw/bible/kt/birthright.md

2.5 KiB

જન્મસિદ્ધ હક

વ્યાખ્યા:

બાઈબલમાં “જન્મસિદ્ધ હક” શબ્દ માન, કુટુંબનું નામ, અને ભૌતિક સંપત્તિને દર્શાવે છે, કે જે સામાન્ય રીતે કુટુંબના પ્રથમજનિત પુત્રને આપવામાં આવે છે. પ્રથમજનિત પુત્રના જન્મસિદ્ધ હકમાં પોતાના પિતાના વારસોનો બમણો ભાગનો સમાવેશ થાય છે. રાજાના પ્રથમજનિત પુત્રને સામાન્ય રીતે તેના પિતાના અવશાન પછી શાસન કરવાનો જન્મસિદ્ધ અધિકાર આપવામાં આવ્યો હતો. એસાવે તેનો જન્મસિદ્ધ હક પોતાના નાના ભાઈ યાકૂબને વેચી દીધો. આ કારણે, એસાવના બદલે યાકૂબને પ્રથમજનિત વારસાનો આશીર્વાદ મળ્યો. જન્મસિદ્ધ હકમાં કુટુંબની વંશાવળીનું સન્માન પ્રથમજનિત પુત્રના વંશને આપવામાં આવે છે અને તે દ્વારા કુટુંબનો વંશવેલો શોધી શકાય છે.

ભાષાંતરના સુચનો:

  • “જન્મસિદ્ધ હક” શબ્દનું સંભવિત ભાષાંતર “પ્રથમજનિત પુત્રના હકો અને સંપત્તિ” અથવા “કુટુંબનું સન્માન” અથવા “પ્રથમજનિતની તક અને વારસો નો” સમાવેશ થાય છે.

(આ પણ જુઓ : પ્રથમજનિત, વારસ, વંશજો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1062, G4415