gu_tw/bible/kt/wordofgod.md

9.3 KiB

ઈશ્વરનો શબ્દ, યહોવાનો શબ્દ, પ્રભુનો શબ્દ, સત્યનો શબ્દ, શાસ્ત્ર

વ્યાખ્યા:

બાઈબલમાં "ઈશ્વરના શબ્દ" ઈશ્વર લોકોની સાથે જે કંઈપણ વાતચીત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. તે બોલાયેલા અને લેખિત સંદેશાઓને સામેલ કરે છે ઈસુને પણ "ઈશ્વરના શબ્દ" કહેવામાં આવે છે.

  • શબ્દ " શાસ્ત્રો " નો અર્થ "લખાણો" થાય છે. તે ફક્ત નવા કરારમાં જ વપરાય છે અને હીબ્રુ શાસ્ત્રોનો ઉલ્લેખ કરે છે, જે જૂનો કરાર છે. આ લખાણો ઈશ્વરના સંદેશ હતા કે જે તેમણે લોકોને લખવા માટે કહ્યું હતું જેથી ભવિષ્યના ઘણા વર્ષોમાં લોકો તેને વાંચી શકે.
  • સંબંધિત શબ્દો "યહોવાનું વચન" અને "પ્રભુનું વચન" વારંવાર ઈશ્વર તરફથી એક ચોક્કસ સંદેશનો ઉલ્લેખ કરે છે જે બાઈબલમાં પ્રબોધક અથવા અન્ય વ્યક્તિને આપવામાં આવ્યો હતો.
  • કેટલીકવાર આ શબ્દ ફક્ત " વચન " અથવા "મારું વચન" અથવા "તમારૂ વચન "(જ્યારે ઈશ્વરના વચન વિશે વાત કરીએ ત્યારે) દ્રશ્યમાન થાય છે.
  • નવા કરારમાં, ઈસુને "શબ્દ" અને "ઈશ્વરના શબ્દ" કહેવામાં આવે છે. આ શિર્ષકોનો અર્થ એ છે કે ઈસુ સંપૂર્ણપણે પ્રગટ કરે છે કે ઈશ્વર કોણ છે, કેમ કે તે પોતે ઈશ્વર છે.                                                                                                                                              "સત્યનો શબ્દ" શબ્દસમૂહ "ઈશ્વરના વચન"નો ઉલ્લેખ કરવાનો અન્ય માર્ગ છે, જે તેમનો સંદેશ અથવા શિક્ષણ છે. તે માત્ર એક જ શબ્દનો ઉલ્લેખ કરતું નથી.
  • ઈશ્વરના સત્યના વચનોમાં, ઈશ્વરે લોકોને તેમના વિષે જે શીખવ્યું છે તે, તેમનું સર્જન, અને ઈસુ દ્વારા તારણની તેમની યોજનાનો સમાવેશ થાય છે.
  • આ શબ્દ એ હકીકત પર ભાર મૂકે છે કે ઈશ્વર જે કહ્યું છે તે સાચું, વિશ્વાસયોગ્ય અને વાસ્તવિક છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, આ શબ્દને અનુવાદિત કરવાના અન્ય રીતોમાં "યહોવાનો સંદેશ" અથવા "ઈશ્વરનો સંદેશ" અથવા "ઈશ્વર તરફથી શિક્ષણ"નો સમાવેશ થઇ શકે છે.
  • આ શબ્દને કેટલીક ભાષાઓમાં બહુવચન બનાવવા વધુ કુદરતી હોઈ શકે છે અને તેને "ઈશ્વરના શબ્દો" અથવા "યહોવાહના શબ્દો" કહી શકાય છે.
  • "યહોવાનું વચન આવ્યું" અભિવ્યકિત ઈશ્વરે કંઈક તેના પ્રબોધકો અથવા તેમના લોકોને જણાવી હતી તે દર્શાવવા માટે વારંવાર વપરાય છે. આનો અનુવાદ "યહોવાએ આ સંદેશો આપ્યો" અથવા "યહોવાએ આ વચનો કહ્યા" કરી શકાય છે.
  • " શાસ્ત્ર " અથવા " શાસ્ત્રો " શબ્દનો અનુવાદ "લખાણો" અથવા "ઈશ્વર તરફથી લેખિત સંદેશાઓ" કરી શકાય છે. આને "વચન" શબ્દના અનુવાદથી અલગ શબ્દની રીતે અનુવાદ કરવી જોઈએ.
  • જ્યારે માત્ર "શબ્દ"નો ઉલ્લેખ હોય છે અને તે ઈશ્વરના શબ્દને ઉલ્લેખે છે, ત્યારે તેનો અનુવાદ "સંદેશ" અથવા "ઈશ્વરનો શબ્દ" અથવા "શિક્ષણ" તરીકે થઈ શકે છે. ઉપર સૂચવેલ વૈકલ્પિક અનુવાદોને પણ ધ્યાનમાં લો.
  • જ્યારે બાઈબલ ઈસુને "શબ્દ" કહે છે, ત્યારે આ શબ્દનો અર્થ "સંદેશ" અથવા "સત્ય" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "સત્યના વચન" નું ભાષાંતર "ઈશ્વરના ખરો સંદેશ" અથવા "ઈશ્વરનું વચન, જે સાચું છે" તરીકે થઈ શકે છે.
  • આ શબ્દના અનુવાદ માટે મહત્વનું છે કે તે સત્ય હોવાના અર્થનો સમાવેશ કરે.

(આ પણ જુઓ: પ્રબોધક, ખરું, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 25:7 ઈશ્વરના વચનમાં તે પોતાના લોકોને આજ્ઞા આપે છે, “ફક્ત તમારા ઈશ્વરની ઉપાસના કરો અને ફક્ત તેમની સેવા કરો.”
  • 33:6 તેથી ઈસુ સમજાવે છે, 'બીજ એ ઈશ્વરનું વચન છે.
  • 42:3 પછી ઈસુએ તેમને સમજાવ્યું કે ઈશ્વરનું વચન મસીહ વિષે શું કહે છે.
  • 42:7 ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું હતું કે ઈશ્વરના વચનમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂર્ણ થવું જ જોઈએ.” પછી તેમણે તેમના મન ખોલ્યાં જેથી તેઓ ઈશ્વરનું વચન સમજી શક્યા.
  • 45:10 ફિલિપે પણ અન્ય શાસ્ત્રોનો ઉપયોગ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા કહી.
  • 48:12 પરંતુ ઈસુ બધા કરતાં મહાન પ્રબોધક છે. તે ઈશ્વરના શબ્દ છે.
  • 49:18 ઈશ્વર તમને પ્રાર્થના કરવા, તેમના વચનનો અભ્યાસ કરવા, અન્ય ખ્રિસ્તીઓ સાથે તેમની ઉપાસના કરવા, અને તેમણે તમારા માટે શું કર્યું છે તે બીજા લોકોને જણાવવા કહે છે.

શબ્દ માહિતી:

  • Strong's: H561, H565, H1697, H3068, G3056, G4487