gu_tw/bible/kt/true.md

7.3 KiB

સાચું, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે. સાચી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ છે. સાચા વાક્યો એ વાક્યો છે જે વાસ્તવિક દુનિયા પ્રમાણે ખોટા નથી.

  • "સાચી" વસ્તુઓ વાસ્તવિક, અસલી, ખરેખરી, યોગ્ય, કાયદેસર અને હકીકતલક્ષી છે.
  • "સત્ય" એક સમજણો, માન્યતાઓ, તથ્યો અથવા નિવેદનો છે જે સાચા છે.
  • એમ કહેવું કે ભવિષ્યવાણી "સાચી પડી" અથવા "સાચી થઈ જશે" એનો અર્થ એ થયો કે તે વાસ્તવમાં આગાહી પ્રમાણે થયું કે તે પ્રમાણે થશે.
  • બાઇબલમાં "સત્ય"નો ખ્યાલ એવી રીતે કામ કરવાના ખ્યાલનો સમાવેશ કરે છે જે વિશ્વસનીય અને વફાદાર છે.
  • ઈસુએ ઈશ્વરનું સત્ય તેમણે કહેલા શબ્દોમાં પ્રગટ કર્યું..
  • બાઇબલ/ઈશ્વરના શબ્દ સત્ય છે. તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિષે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે, તે વિષે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભ અને તેના વર્ણનના આધારે, "સાચું" શબ્દનો અનુવાદ "વાસ્તવિક" અથવા "તથ્યપૂર્ણ" અથવા "સાચા" અથવા "ખરું" અથવા "ચોક્કસ" અથવા "અસલી" પણ કરી શકાય છે.
  • "સત્ય" શબ્દને ભાષાંતર કરવાની રીતોમાં "સાચું શું છે" અથવા "હકીકત" અથવા "નિશ્ચિતતા" અથવા "સિદ્ધાંત" શામેલ હોઈ શકે છે.
  • "સાચું થયું છે" અભિવ્યક્તિ "ખરેખર થયું છે" અથવા "પૂર્ણ થયું" અથવા "આગાહી પ્રમાણે થવું" તરીકે અનુવાદિત કરવામાં આવે છે.
  • "સત્ય કહો" અથવા "સત્ય બોલો" અભિવ્યક્તિનો " શું સાચું છે તે કહો " અથવા " ખરેખર શું થયું તે કહો " અથવા " જે વિશ્વસનીય છે કહો." તરીકે પણ અનુવાદ કરી શકાય.
  • "સત્ય સ્વીકારવું"નું ભાષાંતર કરી શકાય છે " ઈશ્વર વિશે જે સાચું છે તે માનવું "
  • "આત્મામાં તથા સત્યમાં ઈશ્વરની ભક્તિ કરવી" જેવી અભિવ્યક્તિનું, "સત્યમાં" શબ્દનો અર્થ "ઈશ્વરે આપણને જે શીખવ્યું છે તે પાળવું" એવું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: માને છે, વફાદાર, પરિપૂર્ણ, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 2:4 સર્પે સ્ત્રીને પ્રત્યુત્તર આપ્યો, 'તે સાચું નથી! તમે મરશો નહીં.”
  • 14:6 તરત જ કાલેબ અને યહોશુઆ, અન્ય બે જાસૂસોએ કહ્યું કે, "તે સાચું છે કે કનાનના લોકો ઉંચા અને મજબૂત છે, પણ આપણે તેમને હરાવી શકીએ છીએ!"
  • 16:1 ઇઝરાયેલીઓએ યહોવાહ, સાચા ઈશ્વરને બદલે કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
  • 31:8 તેઓએ ઈસુની ભક્તિ કરી, તેમને કહ્યું, "સાચે જ, તમે ઈશ્વરના પુત્ર છો."
  • 39:10 "હું પૃથ્વી પર ઈશ્વર વિશેનું સત્ય કહેવા આવ્યો છું. જે કોઈ સત્ય ને પ્રેમ કરે છે તે મારું સાંભળે છે." પિલાતે પૂછ્યું, " સત્ય શું છે?"

શબ્દ માહિતી:

  • Strong's: H199, H389, H403, H529, H530, H543, H544, H551, H571, H935, H3321, H3330, H6237, H6656, H6965, H7187, H7189, G225, G226, G227, G228, G230, G1103, G3303, G3483, G3689, G4103, G4137