gu_tw/bible/kt/manna.md

32 lines
2.6 KiB
Markdown

# માન્ના
## વ્યાખ્યા:
માન્ના એ સફેદ, અનાજ જેવો ખોરાક હતો જે ઈસ્રાએલીઓએ ઇજિપ્ત છોડ્યા પછી ૪૦ વર્ષ રણમાં જીવ્યા દરમિયાન તેઓને ખાવા માટે દેવે પ્રદાન કર્યું હતું.
* માન્ના ઝાકળ હેઠળ જમીન પર દરરોજ સવારે દેખાતા સફેદ ટુકડા જેવા દેખાતા હતા. તેનો સ્વાદ મધ જેવો મીઠો હતો.
* ઈસ્રાએલીઓ વિશ્રામવાર સિવાય દરરોજ માન્ના ટુકડા ભેગા કરતા.
* વિશ્રામવારના આગલા દિવસે, દેવે ઈસ્રાએલીઓને કહ્યું કે તેઓ બમણા માન્ના એકઠા કરે જેથી તેઓને તેમના આરામના દિવસે તે ભેગું ન કરવું પડે.
* "માન્ના" શબ્દનો અર્થ થાય છે "તે શું છે?"
* બાઈબલમાં, માન્નાને "સ્વર્ગમાંથી રોટલી" અને "સ્વર્ગમાંથી અનાજ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
## અનુવાદ સૂચનો
* આ શબ્દનો અનુવાદ કરવાની અન્ય રીતોમાં "ખોરાકના પાતળા સફેદ ટુકડા" અથવા "સ્વર્ગમાંથી ખોરાક" શામેલ હોઈ શકે છે.
16 * એ પણ ધ્યાનમાં લો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં બાઈબલના અનુવાદમાં આ શબ્દનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવે છે. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું])
આ પણ જુઓ: [રોટલી], [રણ], [અનાજ], [સ્વર્ગ], [વિશ્રામદિન]
## બાઇીબલ સંદર્ભો:
* [પુનર્નિયમ ૮:૩]
* [નિર્ગમન ૧૬:૨૭]
* [હિબ્રૂ ૯:૩-૫]
* [યોહાન ૬:૩૦-૩૧]
* [યહોશુઆ ૫:૧૨]
## શબ્દ માહિતી:
* સ્ટ્રોંગ્સ: H4478, G31310