2.6 KiB
2.6 KiB
માન્ના
વ્યાખ્યા:
માન્ના એ સફેદ, અનાજ જેવો ખોરાક હતો જે ઈસ્રાએલીઓએ ઇજિપ્ત છોડ્યા પછી ૪૦ વર્ષ રણમાં જીવ્યા દરમિયાન તેઓને ખાવા માટે દેવે પ્રદાન કર્યું હતું.
- માન્ના ઝાકળ હેઠળ જમીન પર દરરોજ સવારે દેખાતા સફેદ ટુકડા જેવા દેખાતા હતા. તેનો સ્વાદ મધ જેવો મીઠો હતો.
- ઈસ્રાએલીઓ વિશ્રામવાર સિવાય દરરોજ માન્ના ટુકડા ભેગા કરતા.
- વિશ્રામવારના આગલા દિવસે, દેવે ઈસ્રાએલીઓને કહ્યું કે તેઓ બમણા માન્ના એકઠા કરે જેથી તેઓને તેમના આરામના દિવસે તે ભેગું ન કરવું પડે.
- "માન્ના" શબ્દનો અર્થ થાય છે "તે શું છે?"
- બાઈબલમાં, માન્નાને "સ્વર્ગમાંથી રોટલી" અને "સ્વર્ગમાંથી અનાજ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
અનુવાદ સૂચનો
- આ શબ્દનો અનુવાદ કરવાની અન્ય રીતોમાં "ખોરાકના પાતળા સફેદ ટુકડા" અથવા "સ્વર્ગમાંથી ખોરાક" શામેલ હોઈ શકે છે.
16 * એ પણ ધ્યાનમાં લો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં બાઈબલના અનુવાદમાં આ શબ્દનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવે છે. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું])
આ પણ જુઓ: [રોટલી], [રણ], [અનાજ], [સ્વર્ગ], [વિશ્રામદિન]
બાઇીબલ સંદર્ભો:
- [પુનર્નિયમ ૮:૩]
- [નિર્ગમન ૧૬:૨૭]
- [હિબ્રૂ ૯:૩-૫]
- [યોહાન ૬:૩૦-૩૧]
- [યહોશુઆ ૫:૧૨]
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H4478, G31310