gu_tw/bible/kt/life.md

58 lines
7.6 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# જીવન, જીવવું, જીવે છે, જીવંત
## વ્યાખ્યા:
"જીવન" શબ્દ મૃત નહિના વિરોધાભાસમાં શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરે છે.
### 1. ભૌતિક જીવન*
* "જીવન" એક વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે જેમ કે "એક જીવન બચાવવામાં આવ્યું."
* કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવનો ઉલ્લેખ કરે છે જેમ કે, "તેનું જીવન આનંદપ્રદ હતું."
* તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે અભિવ્યક્તિ, "તેના જીવનનો અંત".
* "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંતનો ઉલ્લેખ કરે છે, જેમ કે "મારા માતા હજુ પણ જીવે છે." તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે "તેઓ શહેરમાં રહેતા હતા."
* બાઈબલમાં, "જીવન" નો ખ્યાલ મહદઅંશે "મરણ" ના ખ્યાલ કરતાં વિરોધાભાસમાં છે.
### 2. આત્મિક જીવન
* જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારે તે અનંતજીવન પામે છે. ઈશ્વર તે વ્યક્તિમાં પવિત્ર આત્માને રહેવા દઈ તેને પરિવર્તિત જીવન આપે છે.
* આત્મિક જીવનનું વિરુદ્ધાર્થી આત્મિક મરણ છે, જેનો અર્થ ઈશ્વરથી અલગ અને અનંતકાળની શિક્ષા અનુભવવી તેમ થાય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* સંદર્ભને આધારે, "જીવન" નું અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "અસ્તિત્વ ધરાવનાર" અથવા "અનુભવ" કરી શકાય.
* "જીવવું" શબ્દનું અનુવાદ "વસવું" અથવા "રહેવું/માં નિહિત હોવું" અથવા "અસ્તિત્વમાં હોવું" કરી શકાય.
* "તેના જીવનનો અંત" અભિવ્યક્તિનું અનુવાદ "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય.
* "તેમના જીવનોને બક્ષી દો" અભિવ્યક્તિનું અનુવાદ "તેમને જીવવા માટે મંજૂરી આપી" અથવા "તેમની હત્યા કરી નહિ" કરી શકાય.
* "તેમણે પોતાના જીવનો જોખમમાં નાખ્યા" અભિવ્યક્તિનું અનુવાદ "તેમણે પોતાને જોખમમાં મૂક્યા" અથવા "તેમણે એવું કંઈક કર્યું જે તેમના જીવનને ખતમ કરી શક્યું હોત" કરી શકાય.
* જ્યારે બઈબલનું વચન અનંતજીવનની વાત કરે છે ત્યારે, સંદર્ભને આધારે "જીવન" નો અનુવાદ નિમ્નલેખિત મુજબ કરી શકાય: "અનંત જીવન" અથવા "ઈશ્વર આપણને આપણાં આત્મામાં જીવંત બનાવી રહ્યા છે" અથવા "ઈશ્વરના આત્મા દ્વારા નવું જીવન" અથવા "આપણાં આંતરિક જીવનમાં જીવંત બનાવવામાં આવેલા".
* સંદર્ભને આધારે, "જીવન આપવું"નો અનુવાદ "જીવવાનું કારણ આપવું" અથવા "અનંતજીવન આપવું" અથવા "અનંતકાળિક રીતે જીવવાને દોરવું" કરી શકાય.
(આ પણ જુઓ: [મરણ](../other/death.md), [અનંતકાળિક](../kt/eternity.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 પિત્તર 1:3-4](rc://*/tn/help/2pe/01/03)
* [પ્રેરિતોના કૃત્યો 10:42-43](rc://*/tn/help/act/10/42)
* [ઉત્પત્તિ 2:7-8](rc://*/tn/help/gen/02/07)
* [ઉત્પત્તિ 7:21-22](rc://*/tn/help/gen/07/21)
* [હિબ્રૂઓ 10:19-22](rc://*/tn/help/heb/10/19)
* [યર્મિયા 44:1-3](rc://*/tn/help/jer/44/01)
* [યોહાન 1:4-5](rc://*/tn/help/jhn/01/04)
* [ન્યાયાધીશો 2:18-19](rc://*/tn/help/jdg/02/18)
* [લૂક 12:22-23](rc://*/tn/help/luk/12/22)
* [માથ્થી 7:13-14](rc://*/tn/help/mat/07/13)
## બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
* **[1:10](rc://*/tn/help/obs/01/10)** તેથી ઈશ્વરે થોડી માટી લીધી, તેની માણસમાં રચના કરી, અને તેનામાં **જીવનનો** શ્વાસ ફૂંક્યો.
* **[3:1](rc://*/tn/help/obs/03/01)** ઘણાં લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં **જીવી** રહ્યા હતા.
* **[8:13](rc://*/tn/help/obs/08/13)** જ્યારે યુસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના પિતા, યાકુબને કહ્યું કે, યુસફ હજુ **જીવંત છે**, ત્યારે તે ખૂબ ખુશ થયો હતો.
* **[17:9](rc://*/tn/help/obs/17/09)** જો કે, તેના અંત સમયે (દાઉદના)**જીવનના** તેણે ઈશ્વરની આગળ ભયંકર પાપ કર્યું.
* **[27:1](rc://*/tn/help/obs/27/01)** એક દિવસ, યહૂદી નિયમનો નિષ્ણાત ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યો, તેણે પૂછ્યું કે, "શિક્ષક, અનંત **જીવનનો** વારસો પામવા મારે શું કરવું?"
* **[35:5](rc://*/tn/help/obs/35/05)** ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, "હું પુનરુત્થાન તથા **જીવન છું**."
* **[44:5](rc://*/tn/help/obs/44/05)** "તમે એ લોકો છો કે જેઓએ રોમન રાજ્યપાલને ઈસુની હત્યા કરવા માટે કહ્યું. તમે **જીવનના** લેખકને મારી નાખ્યા, પરંતુ ઈશ્વરે તેમણે મરણમાંથી ઉઠાડ્યા."
## શબ્દ માહિતી:
* Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590