gu_tw/bible/kt/justice.md

11 KiB

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાય, યોગ્ય ઠરાવવું, ન્યાયી ઠરાવવું

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણોને પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

  • "ન્યાયી" હોવું એટલે બીજાઓ પ્રત્યે વાજબી અને સાચી રીતે વર્તવું. તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા માટે પ્રમાણિક્તા અને અખંડતાને સૂચવે છે.
  • "ન્યાયપૂર્ણ" રીતે વર્તવું એટલે ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે સાચી, સારી, અને યોગ્ય રીતે વર્તવું.
  • "ન્યાય" મેળવવો એટલે નિયમ હેઠળ યોગ્ય રીતે વ્યવહાર પ્રાપ્ત કરવો, કાં તો નિયમ દ્વારા સુરક્ષિત થઈને અથવા તો નિયમ તોડવાને લીધે શિક્ષા પામીને.
  • કેટલીકવાર "ન્યાયી" શબ્દનો "ન્યાયી" અથવા "ઈશ્વરના નિયમોને અનુસરવું" એવો વિશાળ અર્થ હોય છે.
  • "અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
  • "અન્યાય" જેને માટે વ્યક્તિ લાયક નથી તેવું કંઈક ખોટું તેને કરવું/થવું એવો અર્થ થાય છે. તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
  • અન્યાયનો અર્થ, થોડાક લોકો સાથે ખરાબ રીતે જ્યારે બીજાઓ સાથે સારી રીતે વર્તવું પણ  થાય છે.
  • કોઈક જે અન્યાયી રીતે વર્તે છે તે "પક્ષપાતી" અથવા "પૂર્વગ્રહવાળો" છે કારણ કે તે લોકોની સાથે સમાન રીતે વર્તતો નથી.
  • "યોગ્ય ઠરાવવું" અને "ન્યાયી ઠરાવવુ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. લોકોને ન્યાયી ખરેખર માત્ર ઈશ્વર જ ઠરાવી શકે.
  • જ્યારે ઈશ્વર લોકોને ન્યાયી ઠરાવે છે ત્યારે, તેઓ તેમના પાપો માફ કરે છે અને એવા બનાવે છે કે જાણે તેઓમાં કોઈ પાપ છે જ નહિ. તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.
  • "ન્યાયી ઠરાવવુ" એ જ્યારે ઈશ્વર વ્યક્તિના પાપો માફ કરે છે અને તે વ્યક્તિને પોતાની દ્રષ્ટિમાં ન્યાયી જાહેર કરે છે ત્યારે શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, "ન્યાયી" ને બીજી રીતે અનુવાદ કરવામાં "નૈતિક રીતે ખરું" અથવા "વાજબી" નો સમાવેશ કરી શકાય.
  • "ન્યાય" શબ્દનો અનુવાદ "વાજબી વર્તાવ" અથવા "પરિણામો માટે લાયક" કરી શકાય.
  • "ન્યાયપૂર્ણ રીતે વર્તવું"નો અનુવાદ "વાજબી રીતે વર્તવું" અથવા "ન્યાયી રીતે વર્તવું" કરી શકાય.
  • કેટલાંક સંદર્ભોમાં, "ન્યાયી"નો અનુવાદ "ન્યાયી" અથવા "સદ્દગુણી" તરીકે કરી શકાય.
  • સંદર્ભને આધારે, "અન્યાયી"નો અનુવાદ "ગેરવ્યાજબી" અથવા "પક્ષપાતી" અથવા "અન્યાયી" પણ કરી શકાય.
  • "અન્યાયી" શબ્દસમૂહનો અનુવાદ "અન્યાયીઓ" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓ બીજાઓ સાથે ગેરવ્યાજબી રીતે વર્તે છે" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓએ ઈશ્વરનો અનાદ કરે છે" કરી શકાય.
  • "અન્યાયી રીતે" શબ્દનો અનુવાદ "ગેરવ્યાજબી રીતે" અથવા "ખોટી રીતે" અથવા "ગેરવ્યાજબી" કરી શકાય.
  • "અન્યાય"નું અનુવાદ કરવાની રીતોમાં "ખોટો વર્તાવ" અથવા "ગેરવ્યાજબી વર્તાવ" અથવા "ગેરવ્યાજબી રીતે વર્તવું"નો સમાવેશ કરી શકાય. (જુઓ: અવ્યક્ત નામો)
  • "ન્યાયી ઠરાવવું"ની અનુવાદ કરવાની રીતોમાં "કોઈકને ન્યાયી જાહેર કરવું" અથવા "કોઈકને ન્યાયી બનાવવું" નો સમાવેશ કરી શકાય.
  • "ન્યાયીકરણ" શબ્દનું અનુવાદ "ન્યાયી જાહેર કરવું" અથવા "ન્યાયી થવું/બનવું" અથવા "લોકોને ન્યાયી બનાવવું" કરી શકાય.
  • "ન્યાયી ઠારવામાં પરીણમવું" શબ્દસમૂહનું અનુવાદ "તેથી ઈશ્વરે ઘણાં લોકોને ન્યાયી ઠરાવ્યા" અથવા "જેનું પરીણામ ઈશ્વરે લોકોને ન્યાયી ઠરાવ્યા" કરી શકાય.
  • "આપણને ન્યાયી ઠરાવવા માટે" શબ્દસમૂહનું અનુવાદ "આપણે ઈશ્વર દ્વારા ન્યાયી બની શકીએ તે હેતુથી" કરી શકાય.

(આ પણ જુઓ: માફ કરવું, દોષ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

  • 17:9 ઘણાં વરસો સુધી દાઉદે ન્યાય અને વિશ્વાસુપણા સાથે રાજ કર્યું, અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.
  • 18:13 (યહુદીયા) ના કેટલાંક રાજાઓ સારા પુરુષો હતા જેઓએ ન્યાયી રીતે રાજ કર્યું અને ઈશ્વરનું ભજન કર્યું.
  • 19:16 તેઓ (પ્રબોધકો) સર્વએ લોકોને મૂર્તિપૂજા રોકવા અને બીજાઓ માટે ન્યાય અને દયા શરૂ કરવા કહ્યું.
  • 50:17 ઈસુ શાંતિ સાથે અને ન્યાય સાથે તેમના રાજયનું રાજ કરશે , અને તે તેમના લોકો સાથે સર્વકાળ હશે.

શબ્દ માહિતી:

  • Strong's: H205, H2555, H3477, H5765, H5766, H5767, H6662, H6663, H6664, H6666, H8003, H8264, H8636, G91, G93, G94, G1342, G1344, G1345, G1346, G1347, G1738