gu_tw/bible/kt/hebrew.md

2.6 KiB
Raw Permalink Blame History

હિબ્રૂ, હિબ્રુઓ

તથ્યો:

"હિબ્રૂ" શબ્દ ખૂબ જ સામાન્ય અર્થમાં ઇસહાક અને યાકૂબની વંશાવળી દ્વારા ઇબ્રાહિમથી ઉતરી આવેલા લોકોના જૂથનો સંદર્ભ આપે છે.

  • ચોક્કસ શબ્દ "હિબ્રૂ" ક્યાં તો લોકોના જૂથમાંની વ્યક્તિગત વ્યક્તિ અથવા તે લોકોના જૂથ દ્વારા બોલાતી ભાષાનો સંદર્ભ આપી શકે છે.
  • જૂના કરારનો મોટા ભાગનો ભાગ "હિબ્રૂ" નામની ભાષામાં લખાયો હતો. જો કે, નવા કરારમાં મોટા ભાગના કિસ્સાઓમાં, ચોક્કસ શબ્દ "હિબ્રૂ" કદાચ હિબ્રૂ ભાષાને બદલે અરામિક ભાષાનો સંદર્ભ આપે છે.
  • બાઇબલમાં જુદી જુદી જગ્યાઓમાં, હિબ્રૂઓને “યહૂદી લોકો” અથવા “ઇઝરાએલીઓ” પણ કહેવામાં આવ્યા છે. જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દો, એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઇઝરાએલ, યહૂદી, યહૂદી આગેવાનો)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strongs: H5680, G14440, G14450, G14460, G14470