gu_tw/bible/kt/jew.md

3.5 KiB

યહૂદી, યહૂદી સંબંધી

સત્યો/તથ્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો છે. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

  • જયારે તેઓ બાબિલમાંના બંદીવાસમાંથી પાછા ફર્યા ત્યારે લોકોએ ઈઝરાએલીઓને “યહૂદીઓ” કહેવાની શરૂઆત કરી હતી.
  • ઈસુ મસીહ યહૂદી હતા. તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો નકાર કર્યો અને તેમને મારી નાખવાની માંગણી કરી.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, યાકૂબ, ઈઝરાએલ, બાબિલ, યહૂદી આગેવાનો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 20:11 હવે ઈઝરાએલીઓને યહૂદીઓ કહેવામાં આવતા હતા અને તેઓમાંના મોટાભાગનાઓએ તેમનું સમગ્ર જીવન બાબિલમાં વિતાવ્યું હતું.
  • 20:12 જેથી, સિત્તેર વર્ષોના બંદીવાસ પછી, યહૂદીઓનું નાનું જૂથ યહૂદામાં યરૂશાલેમના શહેરમાં પાછા ફર્યા.
  • 37:10 આ ચમત્કારને કારણે યહૂદીઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
  • 37:11 પણ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષાળુ હતા, જેથી તેઓએ એકસાથે ભેગા મળી યોજના કરી કે કેવી રીતે તેઓ ઈસુ અને લાઝરસને મારી શકે.
  • 40:2 પિલાતે તેઓને નિશાની (ચિહ્ન) તરીકે “યહૂદીઓ નો રાજા” લખવા આદેશ આપ્યો, અને વધસ્તંભની ઉપર ઈસુના માથા પર તે મૂકી.
  • 46:6 તરત જ, શાઉલે દમસ્કમાં યહૂદીઓને “ઈસુ ઈશ્વરના પુત્ર છે” એમ કહીને, પ્રચાર કરવાનું શરૂ કર્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H3054, H3061, H3062, H3064, H3066, G2450, G2451, G2452, G2453, G2454