gu_tw/bible/kt/godthefather.md

6.1 KiB

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા ઈશ્વરને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ “પિતા” જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો.

  • ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પવિત્ર આત્મા તરીકે. તેઓ દરેક સંપૂર્ણ ઈશ્વર છે, અને તેમ છતાં પણ તેઓ એક જ ઈશ્વર છે. આ એક રહસ્ય છે જે આપણે સર્વ સામાન્ય માનવી સંપૂર્ણ રીતે સમજી શકતા નથી.
  • ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર (ઈસુ)ને આ જગતમાં મોકલ્યા અને તે (ઈસુ) તેમના લોકો માટે પવિત્ર આત્મા મોકલે છે.
  • જે કોઈ ઈશ્વરના પુત્રમાં વિશ્વાસ કરશે તે ઈશ્વર પિતાનું બાળક બનશે, અને ઈશ્વરના પવિત્ર આત્મા તે વ્યક્તિમાં આવીને તેનામાં વસે છે. આ એક બીજું રહસ્ય છે કે જે માણસ જાત સંપૂર્ણ રીતે સમજી શક્તા નથી.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહને ભાષાંતર કરતાં, ઉત્તમ એ છે કે "પિતા" શબ્દનું ભાષાંતર કરવું, એ જ સમાન શબ્દ દ્વારા જે ભાષા પ્રાકૃતિક રીતે માનવીય પિતાનો ઉલ્લેખ કરવા ઉપયોગમાં લે છે.

  • “સ્વર્ગીય પિતા” શબ્દનું ભાષાંતર, “પિતા કે જે સ્વર્ગમાં રહે છે” અથવા “ઈશ્વરપિતા કે જે સ્વર્ગમાં રહે છે” અથવા “સ્વર્ગમાંના અમારા ઈશ્વર પિતા” તરીકે કરી શકાય છે.
  • સામાન્ય રીતે "પિતા"ને અંગ્રેજી ભાષામાં કેપિટલ લખાય છે ત્યારે તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: પૂર્વજ, ઈશ્વર , સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 24:9 યહોવા એકલા જ ઈશ્વર છે. પણ યોહાન જયારે ઈસુને બાપ્તિસ્મા આપતો હતો ત્યારે તેણે ઈશ્વર પિતાને બોલતા સાંભળ્યા, અને તેણે ઈસુ પુત્ર અને પવિત્ર આત્માને જોયા.
  • 29:9 ઈસુએ કહ્યું કે, જો તમે તમારા ભાઈને હ્રદયથી માફ નહિ કરો તો મારા સ્વર્ગીય પિતા તમને દરેકને એજ પ્રમાણે કરશે.
  • 37:9 પછી ઈસુએ આકાશ તરફ જોઈને કહ્યું , “પિતા તમે મારું સાભળ્યું માટે તમારો આભાર.”
  • 40:7 પછી ઈસુ મોટેથી રડ્યા, “સંપૂર્ણ થયું! પિતા હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું.”
  • 42:10 “તેથી જાઓ, પિતા, પુત્ર, અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપો અને તે દરેક જાતિના લોકોને મારા શિષ્યો બનાવો અને જેમ મેં આજ્ઞા આપી છે તેમ તેઓને બધુજ પાળવાનું શીખવતા જાઓ.
  • 43:8 “હાલમાં ઈસુ ઈશ્વર પિતા ને જમણે હાથે મહિમાવાન કરાયેલા છે.”
  • 50:10 “પછી ન્યાયી વ્યક્તિ ઈશ્વરપિતાના રાજ્યમાં સૂર્યની પેઠે ચમકશે.”

શબ્દ માહિતી:

  • Strong's: H1, H2, G3962