gu_tw/bible/kt/daughterofzion.md

2.5 KiB

સિયોનની પુત્રી

વ્યાખ્યા:

“સિયોનની દીકરી” એ ઈસ્રાએલના લોકોનો ઉલ્લેખ કરવાની અલંકારિક રીત છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ભવિષ્યવાણીઓમાં થાય છે.

  • જૂના કરારમાં, "સિયોન" ઘણીવાર યરૂસાલેમ શહેર માટે બીજા નામ તરીકે વપરાય છે.
  • "સિયોન" અને "યરૂસાલેમ" બંનેનો ઉપયોગ ઈસ્રાએલનો સંદર્ભ આપવા માટે પણ થાય છે.
  • "દીકરી" શબ્દ એ સ્નેહ અથવા પ્રેમનો શબ્દ છે. તે ધીરજ અને કાળજી માટે એક રૂપક છે જે દેવ તેના લોકો માટે ધરાવે છે.

અનુવાદ સૂચનો:

  • આનું ભાષાંતર કરવાની રીતોમાં "મારી દીકરી ઈસ્રાએલ, સિયોનમાંથી" અથવા "સિયોનના લોકો, જેઓ મારા માટે દીકરી સમાન છે" અથવા "સિયોન, મારા વહાલા લોકો ઈસ્રાએલ"નો સમાવેશ થઈ શકે છે.
  • આ અભિવ્યક્તિમાં "સિયોન" શબ્દ રાખવો શ્રેષ્ઠ છે કારણ કે તે બાઈબલમાં ઘણી વખત વપરાય છે. તેના અલંકારિક અર્થ અને ભવિષ્યવાણીના ઉપયોગને સમજાવવા માટે એક નોંધ અનુવાદમાં શામેલ કરી શકાય છે.
  • આ અભિવ્યક્તિના અનુવાદમાં "દીકરી" શબ્દ રાખવાનું વધુ સારું છે, જ્યાં સુધી તે યોગ્ય રીતે સમજી શકાય.

(આ પણ જુઓ: [યરૂસાલેમ], [પ્રબોધક], [સિયોન])

બાઈબલ સંદર્ભો:

  • [યર્મિયા ૬:૨]
  • [યોહાન ૧૨:૧૫]
  • [માથ્થી ૨૧:૫]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1323, H6726