gu_ta/translate/figs-quotesinquotes/01.md

13 KiB
Raw Permalink Blame History

વર્ણન

વાક્યની અંદર અવતરણ હોય છે, અને જે વાક્યોની અંદર વાક્યો હોય છે તેની અંદર પણ વાક્યો હોય છે. જ્યારે કોઈ વાક્યની અંદર વાક્ય હોય છે, આપણે તે અવતરણના સ્તરો વિષે વાત કરી શકીએ છીએ, અને દરેક વાક્યો સ્તર છે. જ્યારે વાક્યોની અંદર વાક્યોના ઘણાં સ્તરો હોય, તે સાંભળનારાઓ અને વાચકો માટે મુશ્કેલ બને છે કે કોણે શું કહ્યું. કેટલીક ભાષાઓમાં તેને સરળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણોના સંયોજનનો ઉપયોગ થાય છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

૧. જ્યારે ત્યાં વાક્યની અંદર વાક્ય હોય, તો સાંભળનારે જાણવાની જરૂર છે કે તે સર્વનામ કોનો ઉલ્લેખ કરે છે. ઉદાહરણ માટે, જો એક વાક્યની અંદરના વાક્યમાં “હું” શબ્દ હોય, તો સાંભળનારે જાણવાની જરૂર છે કે “હું” તે આંતરિક વક્તાનો ઉલ્લેખ કરે છે કે બાહ્ય. ૧. કેટલીક ભાષાઓમાં વિવિધ પ્રકારના અવતરણોનો ઉપયોગ કરીને વાક્યોની અંદરના વાક્યોને સરળતાથી રજૂ કરે છે. તેઓ થોડા માટે પ્રત્યક્ષ અવતરણો અને અન્યો માટે પરોક્ષ અવતરણોનો ઉપયોગ કરે છે. ૧. કેટલીક ભાષાઓ પરોક્ષ અવતરણોનો ઉપયોગ નથી કરતી.

બાઈબલમાંના ઉદાહરણો

માત્ર એક સ્તરવાળું અવતરણ

પરંતુ પાઉલે કહ્યું, “હું જન્મથી રોમન નાગરિક છું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૨૮ ULB)

બે સ્તરોવાળા અવતરણો

ઈસુએ ઉત્તર આપ્યો અને તેઓને કહ્યું, “સાવધાન રહો કે તમને કોઈ ખોટા માર્ગે દોરે નહિ. કેમ કે ઘણા મારે નામે આવશે. તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું, અને ઘણાને ખોટા માર્ગે દોરશે.” માથ્થી ૨૪:૪-૫ ULB

ઈસુએ તેમના શિષ્યોને જે કહ્યું તે સાથી બહારનું સ્તર છે. બીજું સ્તર તે કે જે અન્ય લોકો કહેશે તે.

ઈસુએ ઉત્તર આપ્યો, “તું કહે છે કે હું રાજા છું.” (યોહાન ૧૮:૩૭ ULB)

ઈસુએ જે પિલાતને કહ્યું તે સૌથી બહારનું સ્તર છે. પિલાતે જે ઈસુ વિષે કહ્યું તે બીજું સ્તર છે.

ત્રણ સ્તરોવાળા અવતરણ

ઈબ્રાહીમે કહ્યું, “... મેં તેણીને કહ્યું, ‘તારે પત્ની તરીકેનું તારું વિશ્વાસુપણું મને બતાવવું: જે તે સ્થળે આપણે જઈએ, મારા વિષે કહેજે, ”તે મારો ભાઈ છે.” ” (ઉત્પત્તિ ૨૦:૧૦-૧૩ ULB)

ઈબ્રાહીમે જે અબીમેલેખને કહ્યું તે સૌથી બહારનું સ્તર છે. ઈબ્રાહીમે જે તેની પત્નીને કહ્યું હતું તે બીજું સ્તર છે. તે જે ચાહતો હતો કે તેની પત્ની એ કહે તે ત્રીજું સ્તર છે. (અમે ત્રીજા સ્તરને રેખાંકિત કરેલ છે.)

ચાર સ્તરોવાળા અવતરણ

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો જેણે અમને કહ્યું, ‘જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, અને તેને કહો, “યહોવાહ આમ કહે છે: ’શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેના બદલે તું નિશ્ચે માર્યો જશે’ ” (૨ રાજાઓ ૧:૬ ULB)

સૌથી બહારનું સ્તર એ છે કે જે સંદેશાવાહકે રાજાને કહ્યું. બીજું સ્તર એ છે કે જે માણસ સંદેશાવાહક તેઓને તેને કહ્યું. ત્રીજું સ્તર એ છે કે જે માણસ ચાહે છે સંદેશાવાહક રાજાને કહે. ચોથું સ્તર એ છે કે જે યહોવાહ કહે છે. (અમે ચોથા સ્તરને રેખાંકિત કરેલ છે.)

અનુવાદની વ્યૂહરચનાઓ

કેટલીક ભાષાઓ ફક્ત પ્રત્યક્ષ અવતરણોનો ઉપયોગ કરે છે. અન્ય ભાષાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણોના સંયોજનનો ઉપયોગ કરે છે. તે ભાષાઓમાં થોડું વિચિત્ર લાગે અને કદાચ ગુંચવણભર્યું પણ લાગે જો ત્યાં પ્રત્યક્ષ અવતરણો ઘણાં સ્તરો હોય.

૧. દરેક અવતરણોને પ્રત્યક્ષ અવતરણો તરીકે અનુવાદ કરો. ૧. એક અથવા થોડા અવતરણોને પરોક્ષ અવતરણોને તરીકે અનુવાદ કરો. (જુઓ પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. દરેક અવતરણોને પ્રત્યક્ષ અવતરણો તરીકે અનુવાદ કરો. નીચેના ઉદાહરણમાં અમે ULBમાંના પરોક્ષ અવતરણોને રેખાંકિત કર્યા છે અને તેની નીચે અમે પ્રત્યક્ષ અવતરણોમાં બદલેલ છે.

  • **ફેસ્તસે પાઉલ સંબંધી વાત રાજાને પ્રગટ કરી; તેણે કહ્યું, “ફેલિક્સ દ્વારા અહીં એક બંદીવાનને મૂકવામાં આવ્યો છે. ...આ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહિ, અને મેં તેને પૂછ્યું તું યરુશાલેમ જઈ ત્યાં આ વાતો સંબંધી તારો ન્યાય કરાવવા ઈચ્છે છે. પરંતુ જ્યારે પાઉલ કે તેને સમ્રાટના નિર્ણય હેઠળ રાખવામાં આવેતે આગ્રહ કર્યો, તેને કાઈસાર પાસે મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખવાનો હુકમ કર્યો. (પ્રેરિતોનાં ક્રત્યો 25:14-21 ULB)
    • ફેસ્તસે પાઉલ સંબંધી વાત રાજાને પ્રગટ કરી; તેણે કહ્યું, “ફેલિક્સ દ્વારા અહીં એક બંદીવાનને મૂકવામાં આવ્યો છે. ...આ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહિ, અને મેં તેને પૂછ્યું ’શું તું યરુશાલેમ જઈ ત્યાં આ વાતો સંબંધી તારો ન્યાય કરાવવા ઈચ્છે છે? પરંતુ જ્યારે પાઉલે કહ્યું, ’હું સમ્રાટના નિર્ણય હેઠળ રાખવામાં આવે તેવું ઈચ્છું છું’, મેં ચોકીદારને કહ્યું, ’તેને કાઈસાર પાસે મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખો.

૧. એક અથવા થોડા અવતરણોને પરોક્ષ અવતરણોને તરીકે અનુવાદ કરો. અંગ્રેજીમાં “કે” શબ્દ પરોક્ષ અવતરણો અગાઉ આવે છે. નીચેના ઉદાહરણોમાં તેને રેખાંકિત કરેલ છે. પરોક્ષ અવતરણને કારણે બદલાયેલ સર્વનામને પણ રેખાંકિત કરેલ છે.

  • ત્યારે યહોવાહે મૂસા સાથે વાત કરી અને કહ્યું, “મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેઓને કહે, ‘સાંજે તમે માંસ ખાશો, અને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો. પછી તમે જાણશો કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. (નિર્ગમન ૧૬:૧૧-૧૨ ULB)

    • ત્યારે યહોવાહે મૂસા સાથે વાત કરી અને કહ્યું, “મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેઓને કહે કે, ‘સાંજે તેઓ માંસ ખાશે, અને સવારે તેઓ રોટલીથી તૃપ્ત થશે. પછી તેઓ જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.”
  • તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો જેણે અમને કહ્યું, ‘જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, અને તેને કહો, “યહોવાહ આમ કહે છે: ’શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેના બદલે તું નિશ્ચે માર્યો જશે’” (૨ રાજાઓ ૧:૬ ULB) *તેઓએ તેને કહ્યું કે, “એક માણસ તેઓને મળવા આવ્યો જેણે તેઓને કહ્યું, “જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, અને તેને કહો કે, યહોવાહ આમ કહે છે: ’શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેના બદલે તું નિશ્ચે માર્યો જશે.