gu_ta/translate/figs-quotations/01.md

10 KiB
Raw Permalink Blame History

###વર્ણન

બે પ્રકારના અવતરણ હોય છે: પ્રત્યક્ષ અવતરણ અને પરોક્ષ અવતરણ.

પ્રત્યક્ષ અવતરણ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ મૂળ વક્તાના દૃષ્ટિકોણથી અન્ય વ્યક્તિએ શું કહ્યું તેનો અહેવાલ આપે છે. લોકો સામાન્ય રીતે અપેક્ષા રાખે છે કે આ પ્રકારના અવતરણ મૂળ વક્તાના ચોક્કસ શબ્દોને રજૂ કરે છે. નીચેના ઉદાહરણમાં, યોહાને પોતાનો ઉલ્લેખ કરતાં “હું” કહ્યું હશે, તેથી વાર્તાકારે, જે યોહાનના શબ્દોનો અહેવાલ આપે છે, તે યોહાનના શબ્દનો ઉપયોગ કરવા માટે “હું” ને અવતરણમાં મૂકશે. આ યોહાનના જ શબ્દો છે તે દર્શાવવા માટે, ઘણી ભાષાઓમાં આવા શબ્દોને અવતરણ ચિહ્નોમાં મૂકે છે: “”

  • યોહાને કહ્યું, “હુંજાણતો નથી કે હું ક્યારે આવીશ.”

પરોક્ષ અવતરણ ત્યારે થાય છે ક્યારે વક્તા કોઈ વ્યક્તિએ શું કહ્યું તેનો અહેવાલ આપે છે, પરંતુ આ કિસ્સામાં, વક્તા મૂળ વ્યક્તિના દૃષ્ટિકોણને બદલે પોતાના દૃષ્ટિકોણથી અહેવાલ આપે છે. આ પ્રકારના અવતરણ સામાન્ય રીતે સર્વનામ, અને તે વારંવાર સમયમાં બદલાવ, શબ્દોની પસંદગી અને લંબાઈમાં ફેરફારો દર્શાવે છે. નીચેના ઉદાહરણમાં, વાર્તાકાર યોહાનનો ઉલ્લેખ “તે” તરીકે અવતરણ ચિહ્નમાં કરે છે અને “હશે” દ્વારા દર્શાવેલ ભવિષ્યકાળને બદલે “કરશે” નો ઉપયોગ કરે છે.

  • યોહાને કહ્યું કે તે જાણતો નથી કે તે ક્યારે આવશે.

શા માટે આ અનુવાદની સમસ્યા છે

કેટલીક ભાષાઓમાં, અહેવાલની વાણીને પ્રત્યક્ષ અથવા પરોક્ષ અવતરણ દ્વારા રજૂ કરી શકાય છે. અન્ય ભાષાઓમાં, એક કરતાં અન્યનો ઉપયોગ કરવો કુદરતી છે, અથવા એક કરતાં અન્યનો ઉપયોગ કરવામાં ચોક્કસ અર્થ ગર્ભિત છે. તેથી દરેક અવતરણ માટે, અનુવાદકોએ નિર્ણય કરવો જરૂરી છે કે પ્રત્યક અવતરણ અથવા પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરવું શ્રેષ્ઠ છે.

બાઈબલમાંના ઉદાહરણો

નીચેની કલમના ઉદાહરણમાં બંને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીચેની કલમની સમજૂતીમાં, અમે અવતરણોને રેખાંકિત કરેલ છે.

તેમણે તેને સૂચના આપી કે કોઈને કહેવું નહિ, પરંતુ તેને કહ્યું, “તારા માર્ગે જા, અને યાજકને તારું શરીર બતાવ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને માટે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.” (લુક ૫:૧૪ ULB)

  • પરોક્ષ વાક્ય: તેમણે તેને સૂચના આપી કોઈને કહેવું નહિ,
  • પ્રત્યક્ષ વાક્ય: પરંતુ તેને કહ્યું, “તારા માર્ગે જ, અને યાજકને તારું શરીર બતાવ...

ફરોશીઓ દ્વારા તેમને પૂછ્યું, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે, ઈસુએ તેઓને ઉત્તર આપ્યો અને કહ્યું, “ઈશ્વરનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું. અને એમ નહિ કહેવામાં આવે કે, ‘જુઓ અહીં’ અથવા, ‘જુઓ ત્યાં! કારણ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.” (લુક ૧૭:૨૦-૨૧ ULB)

  • પરોક્ષ વાક્ય: ફરોશીઓ દ્વારા પૂછવામાં આવ્યું ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે,
  • પ્રત્યક્ષ વાક્ય: ઈસુએ તેઓને ઉત્તર આપ્યો અને કહ્યું, “ઈશ્વરનું રાજ્ય દ્રશ્ય રીતે નથી આવતું. અને એમ નહિ કહેવામાં આવે કે, ‘જુઓ અહીં’ અથવા, ‘જુઓ ત્યાં! કારણ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.
  • પ્રત્યક્ષ વાક્ય: અને એમ નહિ કહેવામાં આવે કે, જુઓ અહીં અથવા, જુઓ ત્યાં!

અનુવાદની વ્યૂહરચનાઓ

જો સ્રોત લખાણમાં આ પ્રકારના વાક્યનો ઉપયોગ કરેલો હોય જે તમારી ભાષામાં સારું કાર્ય કરે તો, તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો. જો સામગ્રીમાં આ પ્રકારના વાક્યનો ઉપયોગ થયો હોય જે તમારી ભાષામાં કુદરતી ન લાગે તો, નીચેની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો.

૧. જો પ્રત્યક્ષ વાક્ય તમારી ભાષામાં સારી રીતે કાર્ય નથી કરતું તો, તેને પરોક્ષ વાક્યમાં બદલી દો. ૧. જો પરોક્ષ વાક્ય તમારી ભાષામાં સારી રીતે કાર્ય નથી કરતું તો, તેને પ્રત્યક્ષ વાક્યમાં બદલી દો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો પ્રત્યક્ષ વાક્ય તમારી ભાષામાં સારી રીતે કાર્ય નથી કરતું તો, તેને પરોક્ષ વાક્યમાં બદલી દો.

  • તેમણે તેને સૂચના આપી કે કોઈને કહેવું નહિ, પરંતુ તેને કહ્યું, “તારા માર્ગે જા, અને યાજકને તારું શરીર બતાવ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને માટે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ. (લુક ૫:૧૪ ULB) તેમણે તેને સૂચના આપી કે કોઈને કહેવું નહિ, પરંતુ તેના માર્ગે જવાનું, અને યાજકને પોતાનું શરીર બતાવ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે પોતાના શુદ્ધિકરણને માટે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.”

૧. જો પરોક્ષ વાક્ય તમારી ભાષામાં સારી રીતે કાર્ય નથી કરતું તો, તેને પ્રત્યક્ષ વાક્યમાં બદલી દો.

  • તેમણે તેને સૂચના આપી કોઈને કહેવું નહિ, પરંતુ તેને કહ્યું, “તારા માર્ગે જા, અને યાજકને તારું શરીર બતાવ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને માટે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.” (લુક ૫:૧૪ ULB)
    • તેમણે તેને સૂચના આપી, “કોઈને કહેવું નહિ. “તારા માર્ગે જા, અને યાજકને તારું શરીર બતાવ અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધિકરણને માટે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.”

તમે http://ufw.io/figs_quotations પર વિડિઓ જોઈ શકો છો.