gu_ta/translate/figs-quotemarks/01.md

14 KiB
Raw Permalink Blame History

વર્ણન

કેટલીક ભાષાઓમાં બીજા લખાણથી પ્રત્યક્ષ વાક્યોને ચિહ્નિત કરવા માટે અવતરણ ચિહ્નોનો ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં શબ્દની અગાઉ અને પછી “ ચિહ્નનો ઉપયોગ થાય છે.

  • યોહાને કહ્યું, “હું જાણતો નથી કે હું ક્યારે આવીશ.”

અવતરણ ચિહ્નો પરોક્ષ શબ્દો માટે વપરાતા નથી.

  • યોહાને કહ્યું કે તે જાણતો નથી કે તે ક્યારે આવશે.

જ્યારે અવતરણોના ઘણાં સ્તરોની અંદર અવતરણો હોય, ત્યારે વાચકો માટે સમજવું કઠીન બને છે કે કોણ શું કહી રહ્યું છે. બે પ્રકારના અવતરણ ચિહ્નોને ધ્યાનમાં રાખીને સાવચેત વાચકોને તેનો પગેરું રાખવા માટે મદદ કરી શકે છે. અંગ્રેજીમાં બાહ્યતમ અવતરણમાં બેવડાં અવતરણ ચિહ્નો હોય છે, અને આગામી અવતરણની અંદર એક ચિહ્નનું હશે. આગામી અવતરણની કે જેની અંદર બેવડાં અવતરણ ચિહ્નો હોય છે.

  • મરિયમે કહ્યું, “યોહાને કહ્યું, ‘હું નથી જાણતો કે હું ક્યારે આવીશ.
  • બોબે કહ્યું, “મરિયમે કહ્યું, ‘યોહાને કહ્યું, “હું નથી જાણતો હું ક્યારે આવીશ.”

કેટલીક ભાષાઓ અન્ય પ્રકારના અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરે છે: અહીં થોડા ઉદાહરણો છે: ' „ " « » ⁊ — .

બાઈબલમાંના ઉદાહરણો

નીચેના ઉદાહરણો દર્શાવે છે કે ULB માં કયા પ્રકારના અવતરણ ચિહ્નોનો ઉપયોગ થાય છે.

માત્ર એક સ્તરવાળું અવતરણ

પ્રત્યક્ષ અવતરણના પ્રથમ સ્તરની આસપાસ બેવડાં અવતરણ ચિહ્નો હોય છે.

તેથી રાજાએ પ્રત્યુત્તર આપ્યો, “તે એલિયા તિશ્બી છે.” (૨ રાજાઓ ૧:૮ ULB)

બે સ્તરોવાળા અવતરણો

બીજા સ્તરના પ્રત્યક્ષ અવતરણની આસપાસ એક અવતરણ ચિહ્નો હોય છે. અમે તેની નીચે રેખાંકિત કરેલ છે અને તે શબ્દસમૂહને તમે સ્પષ્ટપણે જોઈ શકો છો.

તેઓએ તેને પૂછ્યું, “તે માણસ કોણ છે જેણે તને કહ્યું, ’તારું બિછાનું ઊંચકીને ચાલ’?” (યોહાન ૫:૧૨ ULB)

...તેમણે શિષ્યોમાંના બે ને કહીને મોકલ્યા, “સામેના ગામમાં જાઓ. જેવા તમે પ્રવેશ કરશો, તમે એક ગધેડાના વછેરાને જોશો જેના પર કદી કોઈ બેઠું નથી. તેને છોડીને મારી પાસે લાવો. જો કોઈ તમને પૂછે, ’તમે કેમ તેને છોડો છો?, કહો, પ્રભુને તેની જરૂર છે.” (લુક ૧૯:૨૯-૩૧ ULB)

ત્રણ સ્તરોવાળા અવતરણ

ત્રીજા સ્તરના પ્રત્યક્ષ અવતરણની આસપાસ બેવડાં અવતરણ ચિહ્નો હોય છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો તે માટે અમે તેને રેખાંકિત કરેલ છે.

ઈબ્રાહીમે કહ્યું, “કારણ કે મેં વિચાર્યું, ‘નિશ્ચે આ સ્થળે ઈશ્વરનો ભય નથી, અને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાંખશે. વળી, તે મારી બહેન છે, મારા પિતાની દીકરી, પરંતુ મારી માની દીકરી નહિ; અને તે મારી પત્ની થઈ. જ્યારે ઈશ્વરે મને મારા પિતાના ઘરમાંથી કાઢી લાવ્યો અને એક સ્થળેથી બીજે સ્થળે યાત્રા કરી, મેં તેણીને કહ્યું, ‘તારે પત્ની તરીકેનું તારું વિશ્વાસુપણું મને બતાવવું: જે તે સ્થળે આપણે જઈએ, મારા વિષે કહેજે, ”તે મારો ભાઈ છે.” ” (ઉત્પત્તિ ૨૦:૧૦-૧૩ ULB)

ચાર સ્તરોવાળા અવતરણ

ચોથા સ્તરના પ્રત્યક્ષ અવતરણની આસપાસ એક અવતરણ ચિહ્નો હોય છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો તે માટે અમે તેને રેખાંકિત કરેલ છે.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો જેણે અમને કહ્યું, ‘જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, અને તેને કહો, “યહોવાહ આમ કહે છે: ’શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેના બદલે તું નિશ્ચે માર્યો જશે’ ” (૨ રાજાઓ ૧:૫-૬ ULB)

અવતરણ બનાવવાની વ્યૂહરચનાઓ

અહીંયા થોડી રીતો છે જે વાચકોને મદદરૂપ થઈ શકે છે કે ક્યાં દરેક અવતરણ શરૂ થાય છે અને ક્યાં પૂરું થાય છે જેથી તેઓ વધુ સરળતાથી જાણી શકે કે કોણે શું કહ્યું છે.

૧. પ્રત્યક્ષ અવતરણના સ્તરો દર્શાવવા માટે અવતરણ ચિહ્નોના વૈકલ્પિક બે પ્રકારો. અંગ્રેજી વિકલ્પો બેવડાં અવતરણ ચિહ્નો અને એક અવતરણ ચિહ્નો.
૧. થોડા અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવા માટે એક અથવા થોડા અવતરણનો પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરો. (જુઓ પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણ) ૧. જો અવતરણ ખૂબ લાંબુ છે અને તેમાં ઘણાં અવતરણના સ્તરો છે, મુખ્ય સંપૂર્ણ અવતરણ માટે થોડી જગ્યા છોડો, અને તેની અંદર જે છે ફક્ત તેના માટે અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. પ્રત્યક્ષ અવતરણના સ્તરો દર્શાવવા માટે કે જે નીચેના ULB લખાણમાં છે અવતરણ ચિહ્નોના વૈકલ્પિક બે પ્રકારો.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો જેણે અમને કહ્યું, ‘જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, “યહોવાહ આમ કહે છે: ‘શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેને બદલે તું નિશ્ચે માર્યો જશે. ” (૨ રાજાઓ ૧:૬ ULB)

૧. થોડા અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરવા માટે એક અથવા થોડા અવતરણનો પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરો, કેમ કે પરોક્ષ અવતરણની તેમને જરૂર નથી. અંગ્રેજી શબ્દ “પેલું” પરોક્ષ અવતરણ રજૂ કરી શકે છે. નીચેના ઉદાહરણમાં, “પેલું” શબ્દ પછીનું સઘળું તે પરોક્ષ અવતરણ છે જે સંદેશવાહકે આવીને રાજાને કહ્યું. તે પરોક્ષ અવતરણની અંદર, “અને’ થી ચિહ્નિત કરેલ કેટલાક પ્રત્યક્ષ અવતરણ ચિહ્નો છે.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો જેણે અમને કહ્યું, ‘જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, “યહોવાહ આમ કહે છે: ‘શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેને બદલે તું નિશ્ચે માર્યો જશે. ” (૨ રાજાઓ ૧:૬ ULB)

  • તેઓએ તેને કહ્યું, પેલો એક માણસ તેઓને મળવા આવ્યો જેણે તેઓને કહ્યું, “જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, ‘યહોવાહ આમ કહે છે: “શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેને બદલે તું નિશ્ચે માર્યો જશે.”

૧. જો અવતરણ ખૂબ લાંબુ છે અને તેમાં ઘણાં અવતરણના સ્તરો છે, મુખ્ય સંપૂર્ણ અવતરણ માટે થોડી જગ્યા છોડો, અને તેની અંદર જે છે ફક્ત તેના માટે અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરો.

તેઓએ તેને કહ્યું, “એક માણસ અમને મળવા આવ્યો જેણે અમને કહ્યું, ‘જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, “યહોવાહ આમ કહે છે: ‘શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેને બદલે તું નિશ્ચે માર્યો જશે. ” (૨ રાજાઓ ૧:૬ ULB)

  • તેઓએ તેને કહ્યું,
    • એક માણસ અમને મળવા આવ્યો જેણે અમને કહ્યું, “જે રાજાએ તમને મોકલ્યા તેમની પાસે પાછા જાઓ, અને તેને કહો ‘યહોવાહ આમ કહે છે: “શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે તું એક્રોનના દેવ બાલ ઝબુબને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સુતો છે તે પરથી તું ઊઠશે નહિ; તેને બદલે તું નિશ્ચે માર્યો જશે.”