gu_ta/translate/figs-metaphor/01.md

35 KiB
Raw Permalink Blame History

વર્ણન

રૂપક તે એક બોલીનો પ્રકાર છે જેમાં એક ખ્યાલ (“છબી”) બીજા ખ્યાલ (“વિષય”) માટે વપરાય છે. એટલે કે, તે વિષય ઉદાહરણ તરીકે, માટે એમ બોલવામાં આવે છે જેમ કે તે છબી હોય.

  • હું જે છોકરીને પ્રેમ કરું છું તે લાલ ગુલાબ છે.

અહીંયા વિષય “તે છોકરી જેણે હું પ્રેમ કરું છું” છે, અને “લાલ ગુલાબ” તે છબી છે. છોકરી વિષે એમ બોલવામાં આવે છે જેમ કે તે કોઈ લાલ ગુલાબ હોય.

ભાષામાં કંઈપણ રૂપક તરીકે સેવા આપી શકે છે. ઉદાહરણ તરીકે, ક્રિયાપદ સ્વરૂપો અસામાન્ય રીતે વાપરી શકાય છે, જેમ કે,

  • પ્રેરિત પાઉલ આપણને કહે છે કે ખ્રિસ્તીઓ ફરીથી જીવીત થશે.

આ કિસ્સામાં, અંગ્રેજીમાં વર્તમાન કાળ સ્વરૂપ “કહે” છે તે ભૂતકાળ સ્વરૂપ “કહ્યું”નું રૂપક છે, કારણ કે પ્રેરિત પાઉલ ઘણાં સમય અગાઉ થઈ ગયા.

કેટલીકવાર વક્તાઓ એવાં રૂપકોનો ઉપયોગ કરે છે જે તેઓની ભાષામાં ખૂબ સામાન્ય હોય છે. તેમ છતાં, કેટલીકવાર વક્તાઓ અસામાન્ય રૂપકોનો ઉપયોગ કરે છે, અને કેટલાક રૂપકો અસાધારણ હોય છે.

વક્તાઓ મોટેભાગે તેમના સંદેશાને મજબૂત બનાવવા, તેઓની લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરવા માટે, અન્ય કોઈ રીતે જે મુશ્કેલ છે તે કહેવા માટે, અથવા લોકો તેઓના સંદેશાને યાદ રાખે તે માટે રૂપકોનો ઉપયોગ કરે છે

રૂપકોના પ્રકારો

ત્યાં ઘણાં પ્રકારના રૂપકો છે: “જીવંત” રૂપકો, “મૃત” રૂપકો, અને માળખાકીય રૂપકો.

જીવંત રૂપકો

આ તે રૂપકો છે કે જેને લોકો એક ખ્યાલ કે જે બીજા ખ્યાલ માટે ઊભા રહે છે તે રીતે ઓળખે છે. લોકો તેને સંદેશાને મજબૂતાઈ અને અસામાન્ય ગુણો આપતા હોઈ સરળતાથી ઓળખે છે. આ કારણોને લીધે, લોકો આ રૂપકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે,

માટે તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તમારે માટે સાજાપણાની પાંખો સાથે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે. (માલાખી ૪:૨ ULB)

અહીંયા ઈશ્વર તેમના તારણની વાત કરે છે જેમ કે તે ઊગતા સૂર્યના કિરણો તે જે લોકોને પ્રેમ કરે છે તેઓની ઉપર પ્રકાશતો હોય. તે સૂર્યની કિરણો વિષે પણ કહે છે જેમ કે તેને પાંખો છે. ઉપરાંત, તે આ પાંખોની વાત કરે છે જેમ કે તેઓ દવા લઈને જાય છે જે તેમના લોકોને સાજા કરે છે.

અહીંયા બીજું ઉદાહરણ છે. ઈસુએ કહ્યું, ‘જાઓ અને તે શિયાળને કહો... ત્યાં “તે શિયાળ” રાજા હેરોદનો ઉલ્લેખ કરે છે. જે લોકો ઈસુને સાંભળતા હતા તેઓ નિશ્ચિત સમજતાં હતા કે ઈસુ હેરોદનો ઉલ્લેખ ખૂબ જ દુષ્ટ, કુશળ વ્યક્તિ તરીકે અથવા તે એક રાજા તરીકે જે માત્ર મહાન હોવાનો ઢોંગ કરે છે.

મૃત રૂપકો

મૃત રૂપક તે એ રૂપક છે કે જેનો ઉપયોગ ભાષામાં એટલો વધુ થયો છે કે તેના વક્તાઓ તેને હવે એક ખ્યાલ કે જે બીજા ખ્યાલ માટે ઊભો રહે છે તે માનતા નથી. અંગ્રેજીના ઉદાહરણોમાં, “મેજનો પાયો,” “પરિવાર વૃક્ષ,” “પાંદડું” મતલબ કે પુસ્તકમાંનું એક પાન, અને “ક્રેન” મતલબ ભારે વજન ઉઠાવવાનું એક મોટું યંત્ર. અંગ્રેજી વક્તાઓ સામાન્ય રીતે આ શબ્દોનો એકથી વધુ મતલબ હોવાનું વિચારે છે. હિબ્રુ બાઈબલમાંના ઉદાહરણો કદાચ “સાજાપણું” મતલબ કે “સમારકામ,” અને “બીમાર” મતલબ કે “પાપને કારણે આત્મિકરીતે નિર્બળ.”

માળખાકીય જોડી કે જે ખ્યાલો જે રૂપકોની જેમ કાર્ય કરે છે

રૂપક બોલવાની ઘણી રીતો ખ્યાલોની જોડીઓ પર આધારિત છે, જ્યાં એક અંતર્ગત ખ્યાલ વારંવાર વિવિધ અંતર્ગત માટે વપરાય છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજીમાં, ઉપર દિશા સૂચકને વધુના ખ્યાલ માટે વાપરવામાં આવે છે. આ અંતર્ગત ખ્યાલોની જોડીને કારણે, આપણે તે પ્રમાણે વાક્યો બનાવી શકીએ છીએ જેમ કે “ગેસની કિંમત ઉપર જઈ રહી છે,” “એક અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ,” અને વિપરીત પ્રકારના વિચાર પણ. “ગરમી ઘટી રહી છે,” અને “શેર બજાર એક ગુલાંટ ખાધી.”

માળખાકીય જોડી કે જે ખ્યાલોનો સતત ઉપયોગ દુનિયાની ભાષાઓમાં રૂપકોના હેતુઓ માટે થાય છે, કારણ કે તેઓ વિચારને વ્યવસ્થિત ગોઠવવા અનુકૂળ રીતો તરીકે સેવા આપે છે. સામાન્ય રીતે, લોકોને અમૂર્ત ગુણો વિષે બોલવાનું ગમે છે, જેમ કે, સામર્થ્ય, હાજરી, લાગણી, અને નૈતિક ગુણો, જેમ કે તે કોઈ પદાર્થને જોઈ અથવા પકડી શકાય, જેમ કે તેઓ શરીરના કોઈ ભાગો હોય, અથવા જેમ કે તેઓ એવા બનાવો હતા જેમને જોવામાં આવે છે કે તે થયું હતું.

જ્યારે આ રૂપકોનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે, ત્યારે વક્તા અને દર્શકો તે દુર્લભ છે તેમને આકસ્મિક વાણી તરીકે ગણાતા હોય છે. અંગ્રેજીમાં રૂપકોના ઉદાહરણ કે જે અપરિચિત જાય છે:

  • “ગરમીનો વધારો કરો.” ઉપરને વધુ તરીકે કહેવામાં આવ્યું છે.
  • “ચાલો આપણે ચર્ચામાં આગળ વધીએ.” જે યોજના કરેલ છે તે કરવું તેને ચાલવા અથવા આગળ વધવા તરીકે કહેવામાં આવ્યું છે.
  • “તમે તમારા સિદ્ધાંતનો બચાવ સારી રીતે કરો છો.” વાદવિવાદને યુદ્ધ તરીકે કહેવામાં આવ્યું છે.
  • “શબ્દોનો પ્રવાહ” ને પ્રવાહી તરીકે બોલવામાં આવે છે.

અંગ્રેજી વક્તાઓ તેમણે અસામાન્ય અભિવ્યક્તિઓ તરીકે જોતા નથી, તેથી તે અન્ય ભાષાઓમાં તેમને એવી રીતે અનુવાદ કરવું ખોટું હશે કે જેનાથી લોકોને તેમના પર લાક્ષણિકરૂપે વિશેષ ધ્યાન આપવાની તરફ દોરી જાય છે

બાઈબલની ભાષાઓમાં આ પ્રકારના રૂપકની મહત્વપૂર્ણ પદ્ધતિના વર્ણન માટે, મહેરબાની કરીને જુઓ, બાઈબલની છબીઓ - સામાન્ય પદ્ધતિઓ અને તે પૃષ્ઠ તમને દિશા નિર્દેશિત કરશે.

રૂપકોના ભાગો

રૂપકો વિશે વાત કરતી વખતે, તેમના ભાગો વિશે વાત કરવા માટે તે મદદરૂપ થઈ શકે છે રૂપકના ત્રણ ભાગો હોય છે.

૧. વિષય - વ્યક્તિ જે કોઈ વસ્તુ વિષે બોલે છે તેને વિષય કહેવામાં આવે છે.
૧. છબી - જે વસ્તુ તે કહે છે છબી છે. ૧. સરખામણીના મુદ્દાઓ - જે રીતે લેખકો એવો દાવો કરે છે કે વિષય અને છબી અમુક રીતે સમાન છે તે તેમની સરખામણીનાં મુદ્દાઓ છે.

નીચેના રૂપકમાં, વક્તા કે જે સ્ત્રીને તે પ્રેમ કરે છે તેનું વર્ણન લાલ ગુલાબ તરીકે કરે છે. તે સ્ત્રી (તેનો “પ્રેમ”) તે વિષય છે અને “લાલ ગુલાબ” તે છબી છે. સૌંદર્ય અને નમ્રતા સરખામણીના મુદ્દાઓ છે જે વક્તા વિષય અને છબી વચ્ચે સમાનતા તરીકે જુએ છે. જો કે, નોંધનીય છે કે ગુલાબની સુંદરતા તે મહિલાના સૌંદર્ય સમાન નથી. કે બે પ્રકારની કોમળતા સમાન નથી હોતી. તેથી સરખામણીના આ મુદ્દાઓ સમાન લાક્ષણિકતાઓ પર બનાવવામાં આવ્યા નથી, પરંતુ એવા લક્ષણો પર કે જે લેખક દ્વારા અમુક રીતે સમાન જોવા મળે છે.

  • મારો પ્રેમ લાલ છે, લાલ ગુલાબ.

ઘણીવાર, ઉપરોક્ત રૂપકની જેમ, વક્તા સ્પષ્ટ રીતે વિષય અને છબી જણાવે છે, પરંતુ તે સરખામણીના મુદ્દાઓને જણાવતા નથી. વક્તાએ તે મુદ્દાઓની સરખામણી કરવાનું તેના સાભળનારના વિચાર પર છોડી દે છે. કારણ કે સાંભળનારાઓએ તે કરવું જોઈએ, કેમ કે વક્તાના સંદેશા વધુ શક્તિશાળી હોવાનું જણાય છે.

ઉપરાંત બાઈબલમાં, સામાન્ય વિષય અને છબી સ્પષ્ટ રીતે જણાવવામાં આવે છે, પરંતુ સમાનતાના મુદ્દાઓ નહિ. લેખક એવી આશા રાખે છે કે દર્શકો સરખામણીના મુદ્દાઓ જે ગર્ભિત છે તે સમજી શકશે.

ઈસુએ તેઓને કહ્યું. “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ લાગશે નહિ, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને ક્યારેય તરસ લાગશે નહિ.” (યોહાન ૬:૩૫ ULB)

આ રૂપકમાં, ઈસુએ પોતાને જીવનની રોટલી કહ્યું. તેમાં વિષય “હું” છે, અને “રોટલી” તે છબી છે. રોટલી તે ખોરાક છે જેને લોકો હંમેશા ખાય છે. રોટલી અને ઈસુ વચ્ચેની સરખામણી કરવાનો મુદ્દો એ છે કે લોકોને પોષણ માટે દરરોજ રોટલીની જરૂર છે. એવી જ રીતે, લોકોને આત્મિક જીવન જીવવા માટે દરરોજ ઈસુની જરૂર છે.

ધ્યાનમાં રાખો કે આ રૂપક ખરેખર કેટલાક રૂપકો છે. પ્રથમ રૂપક તે રોટલી છે કે જે ઈસુને રજૂ કરે છે. બીજું રૂપક તે પ્રથમની અંદર છે, કે જે શારીરિક જીવન છે જે આત્મિક જીવનને રજૂ કરે છે, જે ઈશ્વર સાથે હંમેશા માટેનું છે. ત્રીજું રૂપક તે રોટલીને ખાવી તે ઈસુ તરફથી મળતાં લાભો છે, જે આપણને ઈશ્વર સાથે હંમેશા રહેવા માટે સક્ષમ કરે છે.

રૂપકના હેતુઓ

  • રૂપકનો એક હેતુ તે એમ છે કે લોકોને કંઈ બતાવવા (છબી) દ્વારા કે જે તેઓ અગાઉથી જાણે છે તે વિષે શીખવવાનું છે કે જે તેઓ (વિષય) જાણતા નથી.
  • અન્ય હેતુ પર ભાર મૂકે છે કે કંઈક એક ખાસ ગુણવત્તા ધરાવે છે અથવા તે બતાવવા કે તે એક ઉત્તમ રીતે ગુણવત્તા ધરાવે છે.
  • અન્ય હેતુ તે લોકો જે એક વસ્તુ માટે અનુભવે છે તે અન્ય વસ્તુ માટે પણ સમાન રીતે અનુભવે તેમાં દોરવણી આપવાનું છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • લોકો કદાચ જાણી નહિ શકે કે કંઈક રૂપક છે. બીજા શબ્દોમાં, તેઓ રૂપકને શાબ્દિક વાક્યની સાથે ભૂલ કરી બેસે છે, અને તેમ તેઓ ગેરસમજ કરી શકે છે.
  • લોકો એવી વસ્તુથી પરિચિત ન પણ હોય કે જે છબી તરીકે વપરાય છે, અને તેથી તેઓ રૂપકને સમજવા સક્ષમ નથી.
  • જો વિષયને જણાવવામાં નથી આવતો તો, લોકો કદાચ જાણી શકતા નથી કે કયો વિષય છે.
  • વક્તા જે વિચારી રહ્યા છે અને તેઓને સમજાવવા માગે છે તે લોકો સરખામણીના મુદ્દાઓને જાણતા હોતા નથી. જો તેઓ આ સરખામણીના મુદ્દાઓ વિચારવામાં નિષ્ફળ જાય તો, તેઓ રૂપકને સમજી શકશે નહિ.

અનુવાદના સિદ્ધાંતો

  • રૂપકનો અર્થ લક્ષ્ય દર્શકો માટે પણ એટલો જ સ્પષ્ટ કરો જેટલો તે મૂળ દર્શકો માટે હતો.
  • રૂપકનો અર્થ લક્ષ્ય દર્શકો માટે વધુ સ્પષ્ટ ન કરો જેટલો તમે વિચારો છો કે તે મૂળ દર્શકો માટે નહોતો.

બાઈબલમાંના ઉદાહરણો

બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો, (આમોસ ૪:૧ ULB)

આ રૂપકમાં આમોસ સમરૂનની ઉચ્ચ વર્ગની સ્ત્રીઓની વાત કરે છે (“તમે” વિષય છે) જેમ કે તેઓ ગાયો (છબી) હોય. આમોસે એ નથી કહેતો કે તે ક્યા વિચારથી આ સ્ત્રીઓ અને ગાયો વચ્ચેની સરખામણીના મુદ્દાઓ તેના મનમાં હતાં, પરંતુ તેના સંદર્ભમાંથી એવું લાગે છે કે તેનો અર્થ એ છે કે સ્ત્રીઓ અને ગાયો બંને મેદસ્વી છે અને તેઓને ખાવામાં જ રસ હોય છે.

નોંધ કરો, તેમ છતાં, આમોસનો ખરો અર્થ એ નથી કે સ્ત્રીઓ ગાયો છે, કેમ કે તે તેઓની સાથે મનુષ્યની જેમ જ વાત કરે છે.

અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ. (યશાયા ૬૪:૮ ULB)

ઉપરના ઉદાહરણમાં બે સંબંધિત રૂપકો છે. “અમે” અને “તમે” વિષયો છે અને “માટી” તથા “કુંભાર” તે છબીઓ છે. કુંભાર અને ઈશ્વર વચ્ચેની સરખામણીનો મુખ્ય ઈરાદાનો મતલબ એ છે કે બંને જેઓ તે ચાહે છે તે બનાવે છે: કુંભાર માટીમાંથી જે ચાહે તે બનાવે છે, અને ઈશ્વર તેમના ઇઝરાયલના લોકોમાંથી જે ચાહે તે બનાવે છે. કુંભારની માટી અને “આપણી” વચ્ચેની સરખામણીના મુદ્દાનો અર્થ એ છે કે બંને મારી અને ઇઝરાયલના લોકો જે અગાઉ હતા તેનાથી કઈંક અલગ બનાવવામાં આવે છે.

ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિષે સાવધાન અને ખબરદાર રહો.” શિષ્યોએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “આપણે રોટલી નથી લાવ્યા માટે એમ કહે છે.” (માથ્થી ૧૬:૬-૭ ULB)

ઈસુએ અહીંયા રૂપકનો ઉપયોગ કરે છે, પરંતુ તેમના શિષ્યો તે સમજી શકતા નથી. જ્યારે તેમણે “ખમીર” કહ્યું, તેઓએ વિચાર્યું કે તે રોટલી વિષે વાત કરે છે, પરંતુ “ખમીર” તે રૂપકમાંની છબી હતી, અને ફરોશીઓનુંતથા સદુકીઓનું શિક્ષણ તે વિષય હતો. જ્યારે શિષ્યો (મૂળ દર્શકો) ઈસુનો અર્થ ન સમજી શક્યા નહિ, તો ઈસુનો જે મતલબ હતો તે અહીં સ્પષ્ટ રીતે જણાવવો યોગ્ય નથી.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો લોકો તે રૂપકને જે રીતે મૂળ વાચકો કદાચ સમજી શક્યા તેમ જ સમજી શકે તેમ હોય તો, આગળ વધો અને તેનો ઉપયોગ કરો. લોકો તે સમજ્યા કે નહિ તેની ખાતરી કરવા માટે અનુવાદની ખાતરી કરો.

જો લોકો તેને સમજતા નથી કે સમજશે નહિ તો, અહીં થોડી અન્ય વ્યૂહરચનાઓ છે.

૧. જો રૂપક બાઈબલની ભાષામાં સામાન્ય અભિવ્યક્તિની શૈલીવાળી જોડીનો ખ્યાલ છે તો, તમારી ભાષા દ્વારા પસંદ કરેલી સરળ રીતે મુખ્ય વિચારને વ્યક્ત કરો. (ખ્યાલોની આ શૈલીવાળી જોડીઓની કેટલીક યાદીઓ માટે, જુઓ બાઈબલની છબીઓ - સામાન્ય શૈલીઓ) ૧. જો રૂપક “જીવંત" રૂપક હોવાનું જણાય તો, તમે તેનું શાબ્દિક અનુવાદ કરી શકો છો જો તમને લાગે છે કે લક્ષ્ય ભાષા આ રૂપકનો ઉપયોગ કરે છે. જો તમે આ કરો છો, તો ચકાસીને ખાતરી કરી લો કે ભાષા સમુદાય તેને યોગ્ય રીતે સમજે છે. ૧. જો લક્ષ્ય દર્શકો જાણી નથી શકતા કે તે રૂપક છે, તો પછી તે રૂપકને સ્મિતમાં બદલી દો. કેટલીક ભાષાઓ આ “જેમ કે” અથવા “તરીકે” શબ્દો ઉમેરીને કરે છે. જુઓ સ્મિત. ૧. જો લક્ષ્ય દર્શકો તે છબીને જાણી નથી શકતા તો, તે છબીનું અનુવાદ કેવી રીતે કરવું તે માટે, જુઓ અજાણ્યાનું અનુવાદ. ૧. જો લક્ષ્ય દર્શકો તેના અર્થ માટે તે છબીનો ઉપયોગ નથી કરતાં તો, તેને બદલે તમારી સંસ્કૃતિમાંથી કોઈ છબીનો ઉપયોગ કરો. ખાતરી કરો કે તે એક એવી છબી છે જે બાઈબલના સમયમાં શક્ય બની હોત. ૧. જો લક્ષ્ય દર્શકો નથી જાણી શકતા કે વિષય શું છે, તો પછી વિષયને સ્પષ્ટપણે જણાવો. (તેમ છતાં, આમ કરશો નહિ જો મૂળ દર્શકો જાણતા ન હોય કે વિષય શું છે.) ૧. જો લક્ષ્ય દર્શકો છબી અને વિષય વચ્ચેની સરખામણીના હેતુવાળા મુદ્દાઓ ન જાણતા હોય તો, તેમણે સ્પષ્ટ જણાવો.
૧. જો આમાંથી કોઈ પણ વ્યૂહરચનાઓ સંતોષકારક નથી, તો પછી સામાન્ય રીતે વિચારને સરળતાથી રૂપકનો ઉપયોગ કર્યા વિના જણાવો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો રૂપક બાઈબલની ભાષામાં સામાન્ય અભિવ્યક્તિની શૈલીવાળી જોડીનો ખ્યાલ છે તો, તમારી ભાષા દ્વારા પસંદ કરેલી સરળ રીતે મુખ્ય વિચારને વ્યક્ત કરો.

  • **પછી સભાસ્થાનના આગેવાનોમાંનો એક, જેનું નામ યાઈર હતું, આવ્યો, તેમને જોઈને તેમના પગ આગળ પડ્યો. (માર્ક ૫:૨૨ ULB)
    • પછી સભાસ્થાનના આગેવાનોમાંનો એક, જેનું નામ યાઈર હતું, આવ્યો, તેમને જોઈને તરત જ નીચે નમીને તેમના પગે પડ્યો.

૧. જો રૂપક “જીવંત" રૂપક હોવાનું જણાય તો, તમે તેનું શાબ્દિક અનુવાદ કરી શકો છો જો તમને લાગે છે કે લક્ષ્ય ભાષા આ રૂપકનો ઉપયોગ કરે છે. જો તમે આ કરો છો, તો ચકાસીને ખાતરી કરી લો કે ભાષા સમુદાય તેને યોગ્ય રીતે સમજે છે.

  • તમારા હૃદયની કઠણતાને લીધે તેમણે તમારા માટે આવી આજ્ઞા લખી, (માર્ક ૧૦:૫ ULB)
    • તમારા હૃદયની કઠણતાને લીધે તેમણે તમારા માટે આવી આજ્ઞા લખી,

આમાં કોઈ બદલાવ નથી, પરંતુ તેની ચકાસીને ખાતરી કરી લેવી જોઈએ કે લક્ષ્ય દર્શકો આ રૂપકને યોગ્ય રીતે સમજી શકે.

૧. જો લક્ષ્ય દર્શકો જાણી નથી શકતા કે તે રૂપક છે, તો પછી તે રૂપકને સ્મિતમાં બદલી દો. કેટલીક ભાષાઓ આ “જેમ કે” અથવા “તરીકે” શબ્દો ઉમેરીને કરે છે.

  • અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ. (યશાયા ૬૪:૮ ULB)
    • અને હજુ, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી સમાન છીએ. તમે કુંભાર સમાન છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ.

૧. જો લક્ષ્ય દર્શકો તે છબીને જાણી નથી શકતા તો, તે છબીનું અનુવાદ કેવી રીતે કરવું તે માટે, જુઓ અજાણ્યાનું અનુવાદ.

  • શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તારા માટેઆરને લાત મારવીકઠણ છે. (પ્રેરીતોના કૃત્યો ૨૬:૧૪ ULB)
    • શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તારા માટેઅણીદાર લાકડીને લાત મારવીકઠણ છે.

૧. જો લક્ષ્ય દર્શકો તેના અર્થ માટે તે છબીનો ઉપયોગ નથી કરતાં તો, તેને બદલે તમારી સંસ્કૃતિમાંથી કોઈ છબીનો ઉપયોગ કરો. ખાતરી કરો કે તે એક એવી છબી છે જે બાઈબલના સમયમાં શક્ય બની હોત.

  • અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે માટી છીએ. તમે અમારા કુંભાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ. (યશાયા ૬૪:૮ ULB)
    • **”અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે લાકડું છીએ. તમે અમારા કોતરકામ કરનાર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ.”
    • “અને છતાં, યહોવાહ, તમે અમારા પિતા છો; અમે દોરી છીએ. તમે અમારા વણકર છો; અને અમે તમારા હાથની કૃતિ છીએ.”

૧. જો લક્ષ્ય દર્શકો નથી જાણી શકતા કે વિષય શું છે, તો પછી વિષયને સ્પષ્ટપણે જણાવો. (તેમ છતાં, આમ કરશો નહિ જો મૂળ દર્શકો જાણતા ન હોય કે વિષય શું છે.)

  • યહોવાહ જીવે છે, મારા ખડકની સ્તુતિ હો. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ. (ગીતશાસ્ત્ર ૧૮:૪૬ ULB)
    • યહોવાહ જીવે છે, તે મારા ખડક છે. તેમની સ્તુતિ હો. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ.

૧. જો લક્ષ્ય દર્શકો છબી અને વિષય વચ્ચેની સરખામણીના હેતુવાળા મુદ્દાઓ ન જાણતા હોય તો, તેમણે સ્પષ્ટ જણાવો.

  • યહોવાહ જીવે છે, મારા ખડકની સ્તુતિ હો. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ. (ગીતશાસ્ત્ર ૧૮:૪૬ ULB)

    • **યહોવાહ જીવે છે; તેમની સ્તુતિ હો કારણ કે તે મારા ખડક છે જેની નીચે હું મારા શત્રુઓથી સંતાઈ જઈ શકું છું. મારા તારણનાં ઈશ્વર ઊંચા મનાઓ.
  • શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તારા માટેઆરને લાત મારવીકઠણ છે. (પ્રેરીતોના કૃત્યો ૨૬:૧૪ ULB)

    • **શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? તું મારી સાથે લડે છે અને પોતાની જાતને નુકસાન કરે છે જેમ બળદ પોતાના માલિકની અણીદાર લાકડીને લાત મારીને કરે છે.

૧. જો આમાંથી કોઈ પણ વ્યૂહરચનાઓ સંતોષકારક નથી, તો પછી સામાન્ય રીતે વિચારને સરળતાથી રૂપકનો ઉપયોગ કર્યા વિના જણાવો.

  • હું તમને માણસોને પકડનાર બનાવીશ. (માર્ક ૧:૧૭ ULB)
    • હું તમને જે માણસોને ભેગા કરે છે તેવા બનાવીશ.
    • અત્યારે તમે માછલાં એકઠા કરો છો. હું તમને માણસોને એકઠા કરનાર બનાવીશ.

ખાસ રૂપકો વિષે વધુ શીખવા માટે જુઓ, બાઈબલની છબી - સામાન્ય શૈલીઓ.