gu_ta/translate/figs-simile/01.md

13 KiB

ઉપમા તે એવી બે વસ્તુઓની સરખામણી છે જે સામાન્ય રીતે સમાન ન હોવાનું માનવામાં આવે છે. એક તે બીજા “જેવું” હોય તેમ કહેવામાં આવે છે. તે એક ખાસ લક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે બે વસ્તુઓની સમાન હોય છે, અને તેમાં "જેમ," "તરીકે" અથવા "કરતા" શબ્દો શામેલ છે.

વર્ણન

ઉપમા તે એવી બે વસ્તુઓની સરખામણી છે જે સામાન્ય રીતે સમાન ન હોવાનું માનવામાં આવે છે. તે એક ખાસ લક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે બે વસ્તુઓની સમાન હોય છે, અને તેમાં "જેમ," "તરીકે" અથવા "કરતા" શબ્દો શામેલ છે.

જ્યારે તેમણે લોકોની ભીડને જોઈને, ત્યારે તેમને તેઓ પર દયા આવી, કારણ કે તેઓ પાળક વગરના ઘેટાં જેવા ચિંતાગ્રસ્ત અને હેરાન થયેલા હતા. (માથ્થી ૯:૩૬)

ઈસુએ લોકોની ભીડની સરખામણી પાળક વિનાનાં ઘેટાં સાથે કરી. જ્યારે ઘેટાંને સલામત સ્થાનો પર લઈ જવા માટે એક સારો ઘેટાંપાળક નથી હોતો ત્યારે તેઓ ડરી જાય છે. લોકોની ભીડ તેવી જ હતી કારણ કે તેઓની પાસે સારા ધાર્મિક આગેવાનો ન હતાં.

જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું, તેથી તમે સાપના જેવા હોશિયાર અને કબૂતરના જેવા સાલસ થાઓ. (માથ્થી ૧૦:૧૬ ULB)

ઈસુએ તેમના શિષ્યોની સરખામણી ઘેટાં અને તેઓના શત્રુઓને વરુઓ સાથે સરખાવે છે. વરુઓ ઘેટાં પર હુમલો કરે છે. ઈસુના શત્રુઓ તેમના શિષ્યો પર હુમલો કરશે.

કેમ કે ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ અને બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. (હિબ્રુ ૪:૧૨ ULB)

ઈશ્વરના વચનની સરખામણી બેધારી તરવાર સાથે કરી છે. બેધારી તરવાર તે એવું હથિયાર છે જે વ્યક્તિના દેહને કાપી શકે છે. વ્યક્તિના હૃદય અને વિચારોમાં શું છે તે બતાવવા માટે ઈશ્વરનું વચન ખૂબ અસરકારક છે.

ઉપમાના હેતુઓ

  • કોઈ જાણીતી વસ્તુ કેવી રીતે ઓળખાય છે તે દર્શાવવા દ્વારા ઉપમા એવી વસ્તુ વિશે શીખવી શકે છે જે અજ્ઞાત છે.
  • ઉપમા કોઈ ખાસ લક્ષણ પર ભાર મૂકે છે, ક્યારેક તે રીતે જે લોકોનું ધ્યાન મેળવે છે.
  • ઉપમા મનમાં ચિત્ર રચવામાં મદદ કરે છે અથવા વાચક જે વાંચી રહ્યો છે તે વિષે અનુભવ કરવામાં વધુ સારી રીતે મદદ કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • લોકો કદાચ બે વસ્તુઓ કેવી રીતે સમાન છે તે જાણી શકે નહિ.
  • લોકો એવી વસ્તુથી પરિચિત ન પણ હોઈ શકે કે જેની સરખામણીમાં થાય છે.

બાઈબલમાંના ઉદાહરણો

ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું, મારી સાથે દુઃખ સહન કર. (૨ તિમોથી ૨:૩ ULB)

આ ઉપમામાં, પાઉલ દુઃખ સહન કરવાને જે સૈનિક સહન કરે છે તેની સાથે સરખાવે છે, અને તે તિમોથીને તેઓનું ઉદાહરણ અનુસરવા ઉત્સાહિત કરે છે.

કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં થશે. (લુક ૧૭:૨૪ ULB)

આ કલમ તે નથી કહેતી કે માણસનો દીકરો કેવી રીતે ચમકતી વીજળી જેવા હશે. પરંતુ સંદર્ભમાંથી આપણે તે અગાઉની કલમોથી સમજી શકીએ છીએ કે જેમ વીજળી અચાનક ચમકે છે અને દરેક તેને જોઈ શકે છે, માણસનો દીકરો તે જ રીતે અચાનક આવશે અને દરેક તેમને જોશે. કોઈને તેના વિશે કહેવાની જરૂર નથી.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો લોકો ઉપમાનો યોગ્ય અર્થ સમજી શકે તો, તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો. જો તે યોગ્ય નથી, તો અહીં થોડી વ્યૂહરચનાઓ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો:

૧. જો લોકો બે વસ્તુઓ કેવી રીતે એકસરખી છે તે ન જાણતા હોય, તો કેવી રીતે એકસરખી છે તે જણાવો. જો કે, મૂળ પ્રેક્ષકોને તેનો અર્થ સ્પષ્ટ ન હોય તો આ ન કરો. ૧. જો લોકો જે વસ્તુની સાથે સરખામણી થઈ છે તેનાથી પરિચિત નથી, તો તમારી પોતાની સંસ્કૃતિમાંથી વસ્તુનો ઉપયોગ કરો. તેની ખાતરી કરી લો કે તે વસ્તુ બાઈબલની સંસ્કૃતિઓમાં પણ તેનો ઉપયોગ થઈ શક્યો હોત. ૧. તેને બીજી વસ્તુ સાથે સરખામણી કરતા વસ્તુનું વર્ણન કરો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો લોકો બે વસ્તુઓ કેવી રીતે એકસરખી છે તે ન જાણતા હોય, તો કેવી રીતે એકસરખી છે તે જણાવો. જો કે, મૂળ પ્રેક્ષકોને તેનો અર્થ સ્પષ્ટ ન હોય તો આ ન કરો.

  • જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું (માથ્થી ૧૦:૧૬ ULB) - આ એવી જોખમની સરખામણી કરે છે કે ઈસુના શિષ્યો જેમ ઘેટાં જોખમમાં હોય છે જ્યારે તેઓ વરુંઓથી ઘેરાયેલા હોય છે.

    • જુઓ, દુષ્ટ લોકોની મધ્યે હું તમને મોકલું છું, અને તમે તેઓના કારણે જોખમમાં હશો જેમ ઘેટાં વરુઓની મધ્યે હોય છે.
  • કેમ કે ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ અને બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. (હિબ્રુ ૪:૧૨ ULB)

    • કેમ કે ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ અને તે તીક્ષ્ણ બેધારી તરવાર કરતાં પણ વધુ સામર્થ્યવાન છે

૧. જો લોકો જે વસ્તુની સાથે સરખામણી થઈ છે તેનાથી પરિચિત નથી, તો તમારી પોતાની સંસ્કૃતિમાંથી વસ્તુનો ઉપયોગ કરો. તેની ખાતરી કરી લો કે તે વસ્તુ બાઈબલની સંસ્કૃતિઓમાં પણ તેનો ઉપયોગ થઈ શક્યો હોત.

  • જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું, (માથ્થી ૧૦:૧૬ ULB) - જો લોકો નથી જાણતા કે ઘેટાં અને વરુઓ એટલે શું, અથવા વરુઓ ઘેટાંને મારીને ખાઈ જાય છે, તો તમે અન્ય પ્રાણીનો ઉપયોગ કરી શકો છો જે બીજા પ્રાણીને મારે છે.

    • **જુઓ, જંગલી કુતરાઓની મધ્યે મરઘીના જેવા હું તમને મોકલું છું,
  • જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે , તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પરંતુ તમે ચાહ્યું નહિ! (માથ્થી ૨૩:૩૭ ULB)

    • જેમ માં પોતાના બાળક પર નજર રાખે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પરંતુ તમે ચાહ્યું નહિ!
  • જો તમારામાં રાઈના દાણા જેટલો નાનો વિશ્વાસ હોય, (માથ્થી ૧૭:૨૦)

    • જો તમારામાં નાનામાં નાના દાણા જેટલો વિશ્વાસ હોય,

૧. અન્ય સાથે સરખામણી કર્યા વિના સામાન્ય રીતે તેનું વર્ણન કરો.

  • જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું, (માથ્થી ૧૦:૧૬ ULB)

    • જુઓ, હું તમને મોકલું છું અને,લોકો તમને હાની પહોંચાડવાની ઈચ્છા રાખશે.
  • જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે , તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પરંતુ તમે ચાહ્યું નહિ! (માથ્થી ૨૩:૩૭ ULB)

    • મેં કેટલી વખત તારું રક્ષણ કરવા ચાહ્યું, પરંતુ તે નકાર કર્યો!