gu_ta/translate/figs-events/01.md

12 KiB

વર્ણન

બાઈબલમાં, ઘટનાઓને હંમેશા તે ક્રમમાં નથી કહેવામાં આવતી કે જ્યારે તે બની હોય. કેટલીક વાર લેખક એવી ઘટના અંગે ચર્ચા કરવા માંગતા હોય છે કે જે તે ઘટનાની અગાઉના સમયે બની હતી જે ઘટના વિષે હમણાં જ વાત કરી હતી. આ વાચક માટે મૂંઝવણભર્યું હોઈ શકે છે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ: વાચકો કદાચ એવું વિચારી શકે છે કે જે ક્રમમાં ઘટનાઓને કહેવામાં આવી છે તે જ પ્રમાણે તે બની છે. ઘટનાઓને સાચા ક્રમમાં સમજવામાં તેમને મદદ કરવી તે મહત્વનું છે.

બાઈબલમાંના ઉદાહરણો

પરંતુ પછી હેરોદે... યોહનને બંદીખાનામાં નાંખ્યો. હવે તે પછી, જ્યારે સર્વ લોક બાપ્તિસમા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસમા પામ્યા. (લુક ૩:૨૦-૨૧ ULB)

આ એવું સાંભળવામાં આવે છે કે યોહનને બંદીખાનામાં પૂર્યા પછી ઈસુનું બાપ્તિસમા થયું, પરંતુ ઈસુનું બાપ્તિસમા યોહનને બંદીખાનામાં પૂર્યા અગાઉ થયું હતું.

અને એમ થયું કે જ્યારે યહોશુઆ લોકોને એ કહી રહ્યો, ત્યારે સાત યાજકો યહોવાહની આગળ મેંઢાના શિંગના સાત રણશિંગડા વગાડ્યા, જેમ તેઓ આગળ વધે છે, તેમ તેઓ રણશિંગડા વગાડે છે... પરંતુ યહોશુઆએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું કે, “હુંકારો કરશો નહિ. હું તમને હુંકારો કરવાનું કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી અવાજ કરશો નહિ. ફક્ત ત્યારે જ તમે હુંકારો કરજો. (યહોશૂઆ ૬:૮-૧૦ ULB)

આ સાંભળવામાં એવું લાગે છે કે લોકોએ ચાલવાનું શરૂ કર્યા પછી યહોશુઆએ આદેશ આપ્યો, પરંતુ તેઓએ આગળવધવાનું શરૂ કર્યું તે પહેલા જ તેણે આદેશ આપ્યો હતો.

આ ઓળિયું ઉઘાડવા અને તેની મુદ્રાઓ તોડવાને કોણ યોગ્ય છે? (પ્રકટીકરણ ૫:૨ ULB)

આ સાંભળવામાં એવું લાગે છે કે વ્યક્તિએ પ્રથમ ઓળિયું ખોલવું અને પછી મુદ્રાઓ તોડવી, પરંતુ મુદ્રાઓ જે ઓળિયાને બંધ રાખે છે તેને પ્રથમ તોડીને ઓળિયું ખોલવામાં આવે છે.

અનુવાદ વ્યૂહરચનાઓ

૧. જો તમારી ભાષા શબ્દસમૂહોનો ઉપયોગ અથવા સમયના શબ્દો બતાવવા માટે કે જે ઘટનાનો ઉલ્લેખ અગાઉથી કરવામાં આવી છે, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. ૧. જો તમારી ભાષા ક્રિયાપદ કાળ અથવા જે અગાઉ ઉલ્લેખ કરવામાં આવી છે તેની અગાઉ ઘટના બની છે, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. (જુઓ: ક્રિયાપદ પાસાનો વિભાગ) ૧. જો તમારી ભાષા ઘટનાઓ જે ક્રમમાં થઈ છે તેવું કહેવું પસંદ કરે છે તો, તે ઘટનાઓને ફરીથી ક્રમમાં ગોઠવો જેથી તે યોગ્ય ક્રમમાં આવી જાય. આ માટે બે અથવા વધુ કલમોને એકસાથે જોડવાની જરૂર પડી શકે છે (જેમ કે ૫-૬). (જુઓ: કલમ પુલો

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો તમારી ભાષા શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે તો, સમયના શબ્દો અથવા કાળો કે જે ઘટના લખવામાં આવી છે તેની અગાઉ બની છે.

  • ૨૦પરંતુ પછી હેરોદે, યોહાનને બંદીખાનામાં પૂરી દીધો. ૨૧ તે પછી એમ થયું, જ્યારે સર્વ લોક બાપ્તિસમા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસમા પામ્યા. (લુક ૩:૨૦-૨૧ ULB) *૨૦ પરંતુ પછી હેરોદે... યોહાનને બંદીખાનામાં પૂરી દીધો. ૨૧ યોહાનને બંદીખાનામાં પૂર્યા અગાઉ, જ્યારે સર્વ લોક બાપ્તિસમા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસમા પામ્યા.

  • આ ઓળિયું ઉઘાડવા અને તેની મુદ્રાઓ તોડવાને કોણ યોગ્ય છે? (પ્રકટીકરણ ૫:૨ ULB)

    • આ મુદ્રાઓ તોડ્યા પછી ઓળિયું ઉઘાડવાને કોણ યોગ્ય છે?

૧. જો તમારી ભાષા ક્રિયાપદ કાળ અથવા જે અગાઉ ઉલ્લેખ કરવામાં આવી છે તેની અગાઉ ઘટના બની છે, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો.

  • અને એમ થયું કે જ્યારે યહોશુઆ લોકોને એ કહી રહ્યો, ત્યારે સાત યાજકો યહોવાહની આગળ મેંઢાના શિંગના સાત રણશિંગડા વગાડ્યા, જેમ તેઓ આગળ વધે છે, તેમ તેઓ રણશિંગડા વગાડે છે... પરંતુ યહોશુઆએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું કે, “હુંકારો કરશો નહિ. હું તમને હુંકારો કરવાનું કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી અવાજ કરશો નહિ. ફક્ત ત્યારે જ તમે હુંકારો કરજો.” (યહોશૂઆ ૬:૮-૧૦ ULB)
    • અને એમ થયું કે જ્યારે યહોશુઆ લોકોને એ કહી રહ્યો, ત્યારે સાત યાજકો યહોવાહની આગળ મેંઢાના શિંગના સાત રણશિંગડા વગાડ્યા, જેમ તેઓ આગળ વધે છે, તેમ તેઓ રણશિંગડા વગાડે છે...૧૦ પરંતુ યહોશુઆએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું કે, “હુંકારો કરશો નહિ. હું તમને હુંકારો કરવાનું કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી અવાજ કરશો નહિ. ફક્ત ત્યારે જ તમે હુંકારો કરજો.

૧. જો તમારી ભાષા ઘટનાઓ જે ક્રમમાં થઈ છે તેવું કહેવું પસંદ કરે છે તો, તે ઘટનાઓને ફરીથી ક્રમમાં ગોઠવવાનું ધ્યાનમાં લો. આ માટે બે અથવા વધુ કલમોને એકસાથે જોડવાની જરૂર પડી શકે છે (જેમ કે ૫-૬).

  • અને એમ થયું કે જ્યારે યહોશુઆ લોકોને એ કહી રહ્યો, ત્યારે સાત યાજકો યહોવાહની આગળ મેંઢાના શિંગના સાત રણશિંગડા વગાડ્યા, જેમ તેઓ આગળ વધે છે, તેમ તેઓ રણશિંગડા વગાડે છે...૧૦ પરંતુ યહોશુઆએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું કે, “હુંકારો કરશો નહિ. હું તમને હુંકારો કરવાનું કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી અવાજ કરશો નહિ. ફક્ત ત્યારે જ તમે હુંકારો કરજો. (યહોશૂઆ ૬:૮-૧૦ ULB) *૮-૧૦ યહોશુઆએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, “હાંક મારશો નહિ. હું તમને હુંકારો કરવાનું કહું નહિ તે દિવસ સુધી તમારા મુખમાંથી અવાજ કરશો નહિ. ફક્ત ત્યારે જ તમે હુંકારો કરજો.” પછી યહોશુઆએ લોકોને કહ્યું, સાત યાજકો યહોવાહની આગળ મેંઢાના શિંગના સાત રણશિંગડા લઈને ચાલતા હતા, તેઓએ રણશિંગડા વગાડ્યા...

  • આ ઓળિયું ઉઘાડવા અને તેની મુદ્રાઓ તોડવાને કોણ યોગ્ય છે? (પ્રકટીકરણ ૫:૨ ULB)

    • આ ઓળિયાની મુદ્રાઓ તોડવાને અને ઉઘાડવાને કોણ યોગ્ય છે?

તમે http://ufw.io/figs_events પર વિડીઓ પણ જોઈ શકો છો.