gu_ta/process/required-checking/01.md

4.3 KiB

તપાસના સ્તરોનો હેતુ

તપાસના સ્તરોનો હેતુ (જુઓ તપાસ પુસ્તિકા પ્રાથમિક રીતે તેઓને ખાતરી કરીને મદદ કરવાનો છે કે જે અનુવાદ કરેલ છે તે [વિશ્વાસના નિવેદન] અને [અનુવાદ માર્ગદર્શિકા] અનુસાર કરવામાં આવેલ છે. અન્ય એક કારણ તે પણ છે કે જે સમુદાય તેનો ઉપયોગ કરવાનો છે તેઓનું નિવેશ અને માલિકીપણું વધારવા માટે.

તપાસનુ સ્તર ૧

તપાસનુ સ્તર ૧ મુખ્યત્વે અનુવાદ કરનાર જૂથ દ્વારા, ભાષા સમુદાયની સાથેના નિવેશથી કરવામાં આવે છે. જુઓ [તપાસનુ પ્રથમ સ્તર - અનુવાદ કરનાર જૂથ દ્વારા સમર્થન તપાસનું પ્રથમ સ્તર પૂર્ણ કર્યા બાદ, તમને Door43 પર તે ઉમેરવા માટે ઉત્સાહિત કરવામાં આવે છે (જુઓ પ્રકાશનની પ્રસ્તાવના) અને દ્વિતીય સ્તરની તપાસ ચાલુ રાખો (નીચે જુઓ).

તપાસનુ સ્તર ૨

દ્વિતીય તપાસના સ્તરમાં, ખરાઈ કર્યા બાદ સ્થાનિક ભાષા સમુદાયના પ્રતિનિધિ જૂથો સહમત થાય છે કે અનુવાદ સારું છે (જુઓ [તપાસનુ દ્વિતીય સ્તર - સમુદાય દ્વારા સમર્થન]). તે ભાષા સમુદાયના તપાસ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે (જુઓ [ભાષા સમુદાય દ્વારા તપાસ]) અને મંડળીના આગેવાન દ્વારા તપાસ (જુઓ [મંડળીના આગેવાન દ્વારા તપાસ]). તપાસનું દ્વિતીય સ્તર પૂર્ણ કર્યા બાદ, તમને Door43 પર તે ઉમેરવા માટે ઉત્સાહિત કરવામાં આવે છે (જુઓ [પ્રકાશનની પ્રસ્તાવના]) અને તૃતીય સ્તરની તપાસ ચાલુ રાખો (નીચે જુઓ), જો તમારી ઈચ્છા હોય તો.

તપાસનુ સ્તર ૩

તૃતીય તપાસના સ્તર ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ઓછામાં ઓછી બે મંડળીના માળખામાંના આગેવાનો સહમત થાય કે અનુવાદ સારું છે (જુઓ [તપાસનું તૃતીય સ્તર - મંડળીના આગેવાનો દ્વારા સમર્થન]). ધ્યાન રાખો કે તમે તૃતીય સ્તર પ્રશ્નો તપાસો છો અને કાર્ય કરો છો (જુઓ [તૃતીય સ્તર તપાસવાના પ્રશ્નો]) જ્યારે તપાસનુ આ સ્તર પૂર્ણ કરો. તપાસનું તૃતીય સ્તર પૂર્ણ કર્યા બાદ, તમને Door43 પર તે ઉમેરવા માટે ઉત્સાહિત કરવામાં આવે છે (જુઓ [પ્રકાશનની પ્રસ્તાવના]). આ તપાસનુ ઉચ્ચત્તમ સ્તર છે. પ્રવેશદ્વાર ભાષાઓએ [સ્રોત લખાણ પ્રક્રિયા] પૂર્ણ કરવી.