gu_ta/checking/verses/01.md

5.0 KiB

તે મહત્વનું છે કે જે કલમો સ્રોત ભાષાના બાઈબલમાં છે તે તમામ લક્ષ્ય ભાષાના બાઈબલમાં સામેલ કરેલ હોય. અમે નથી ઈચ્છતા કે ભૂલથી કોઈ છંદો રહી જાય. પરંતુ યાદ રાખો કે કોઈ બાઈબલમાં ચોક્કસ છંદ હોય છે અને કોઈ બાઈબલમાં નથી હોતા તેના પણ સારા કારણો હોઈ શકે છે.

છંદો છૂટી જવાના કારણો

૧.શાબ્દિક સંસ્કરણ ત્યાં કેટલાક છંદો છે કે જે ઘણાં બાઈબલના વિદ્વાનો માનતા નથી કે તે બાઈબલ માટે મૂળ છે, પરંતુ તે પછીથી ઉમેરાયેલાં છે. તેથી બાઈબલના ઘણાં અનુવાદકોએ તે છંદોને સામેલ ન કરવાનું પસંદ કર્યું, અથવા તેમને ફક્ત ફૂટનોંધ તરીકે સામેલ કર્યા. આ વિષે વધુ માહિતી માટે જુઓ, શાબ્દિક સંસ્કરણ.) તમારા અનુવાદ કરનાર જૂથે નિર્ણય કરવાનો રહેશે કે આ છંદોને ઉમેરવા કે નહિ.
૧. વિભિન્ન ક્રમાંક કેટલાક બાઈબલ અન્ય બાઈબલ કરતાં કલમ ક્રમાંકની અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. (આ વિષે વધુ માહિતી માટે જુઓ, પ્રકરણ અને કલમ ક્રમાંક.) તમારા અનુવાદ કરનાર જૂથે નિર્ણય કરવાનો રહેશે કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. ૧ કલમના પુલો બાઈબલના કેટલાક અનુવાદોમાં, બે કે ત્રણ કલમોની સામગ્રીની પુનઃગોઠવણી કરવામાં આવેલી હોય છે કે જેથી માહિતીની અનુક્રમે વધુ તર્કસંગત અને સરળ બને. જ્યારે તે બને છે, ત્યારે કલમના ક્રમાંક જોડાયેલ હોય છે, જેમ કે ૪-૫ અથવા ૪-૬. યુડીબી આવું ક્યારેક કરે છે, અને કોઈ દુર્લભ પ્રસંગોએ, યુએલબી પણ કરે છે. કારણ કે દરેક કલમની સંખ્યા દેખાતી નથી અથવા તમે તેઓની જ્યાં અપેક્ષા રાખો છો ત્યાં તેઓ દેખાતા નથી, તેને જોતા એવું લાગી શકે છે કે કેટલીક કલમો છૂટી ગઈ છે. પરંતુ તે કલમોની વિગતો તો ત્યાં જ હોય છે. (આ વિષે વધુ માહિતી માટે જુઓ, કલમના પુલો.) તમારા અનુવાદ કરનાર જૂથે તે નિર્ણય કરવાનો રહેશે કે તેઓ કલમના પુલોનો ઉપયોગ કરવા માગે છે કે નહિ.

છૂટી ગયેલ કલમોની તપાસ

તમારા અનુવાદમાં છૂટી ગયેલ કલમોની તપાસ કરવા માટે, એક પુસ્તકનું અનુવાદ થઈ ગયા પછી, અનુવાદને પારાટેક્ષ્ટમાં આયાત કરી દો. ત્યારબાદ “પ્રકરણ/કલમ ક્રમાંક”ની તપાસ શરૂ કરો. પારાટેક્ષ્ટ તમને જ્યાં કહી થી કલમો છૂટી ગઈ હશે તેની એક સૂચી આપશે. ત્યારબાદ તમે દરેક સ્થાને જઈને જોઈ શકો છો કે, કલમ ઉપરોક્ત ત્રણમાંથી કોઈ ઉદ્દેશના કારણે છૂટી ગઈ છે, અથવા તો ભૂલથી છૂટી ગઈ છે અને તમારે ત્યાં પાછું જઈને તે કલમનું અનુવાદ કરવું પડશે.